થેલેસેમિયાનાં બાળકોના લાભાર્થે મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું…

સુરેન્દ્રનગરઃ ગુજરાતમાં બ્લડ ડોનેશન કેમ્પનું અનેક જગ્યાએ આયોજન કરવામાં આવે છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો, શ્રી આધશક્તિ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત વિઝન ગૌશાળા દ્વારા રાજેશભાઈ રમણીકલાલ શેઠની ત્રીજી વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. સિવિલ હોસ્પિટલ તેમજ થેલેસેમિયાનાં બાળકોના લાભાર્થે આ સમગ્ર આયોજન કરવામાં આવ્યં હતું. મળતી વિગતો પ્રમાણે આ મેગા બ્લડ ડોનેશન કેમ્પની અંદર 200 થી વધુ રક્તદાતાઓ રક્તદાન કર્યું હતું.
રક્તદાતાઓને આકર્ષણ ગિફ્ટ અને સન્માન પત્રથી સન્માનિત કરાયા
વધારે વિગતે વાત કરવામાં આવે તો, રક્તદાન કરનાર દરેક રક્તદાતાઓને ચા જ્યુસ અને નાસ્તાની વ્યવસ્થા તેમજ આકર્ષણ ગિફ્ટ અને સન્માન પત્રથી સન્માનિત કરવામાં આવેલ હતા. આ તકે જાણીતા ઉદ્યોગપતિ હરેશભાઈ લાખાણી ડીવાયએસપી એચપી દોશી સાહેબ, તેમજ શેઠ બિલ્ડરના રૂષભભાઈ શેઠ તેમજ જૈન સમાજના અગ્રણીઓ અને મુંબઈ સમાચારના મિલનભાઈ કોઠારી, જૈન વિઝનના દીપેન મહેતા, દિપકભાઈ કરચલીયા, કેતન સંઘવી, હર્ષિલ ખજુરિયા, jbo નાં હર્ષિલ શાહ ખાસ હાજરી આપેલ હતી. સમગ્ર આયોજનને સફળ બનાવા જીગરભાઈ શેઠ તેમજ અલ્પેશભાઈ મોદી, કેવલભાઈ શેઠ, અને અસંખ્ય કાર્યકર્તાઓએ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવામાં આવ્યો હતો.



