Surendranagar માં સગીરા પર સામૂહિક દુષ્કર્મની ફરિયાદ, પોલીસે તપાસ શરૂ કરી
સુરેન્દ્રનગરઃ સુરેન્દ્રનગરમાં(Surendranagar)ફરી એક વાર સામૂહિક દુષ્કર્મની ઘટના બની છે.જેમાં સગીરા સાથે આઠ લોકોએ દુષ્કર્મ આચરવાની ફરિયાદથી પોલીસ પણ દોડતી થઈ છે. પોલીસે સગીરાની ફરિયાદના આધારે અલગ-અલગ ટીમો બનાવીને આરોપીને ઝડપવા ચક્રો ગતિમાન કર્યા છે.
આ દરમિયાન એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે. જેમાં સુરેન્દ્રનગરના થાનગઢમાં ગામે રહેતા અજય ભરવાડ, અજય અલગોતર, શૈલેષ અલગોતર, ધ્રુવ ચાવડા, કૌશિક ઉર્ફે લાલો ગૌસ્વામી, વિજયસિંહ સોલંકી અને દર્શન સદાદીયાએ સગીર વયની હોવાનું જાણવા છતાં અપહરણ કર્યુ હતું.
આરોપીને ઝડપવા ચક્રો ગતિમાન
જેમાં ફરિયાદ મુજબ આ લોકોએ સગીરા અને એના ભાઈને ઉપાડી લઇ જઈ મારી નાખવાની ધમકીઓ આપી સગીરાને અલગ અલગ દિવસે અલગ અલગ સમયે બળજબરી પૂર્વક દુષ્કર્મ આચર્યુ હતું. જેના પગલે પોલીસે પોકસો એક્ટ સહિત અન્ય કાયદા હેઠળ ગુનો દાખલ કરીને આરોપીને ઝડપવા ચક્રો ગતિમાન કર્યા છે.
આપણ વાંચો: ખેડામાં નરાધમ પાડોશી દ્વારા ચાર દીકરીઓ પર દુષ્કર્મ: પોલીસે કરી ધરપકડ
બનાવ સામુહિક દુષ્કર્મનો નથી : પોલીસ
આ ઘટના અંગે ડીવાયએસપીએ જણાવ્યું હતું કે આ ફરિયાદમાં આઠ લોકોના નામ છે અન્ય આરોપીઓની પણ તપાસ ચાલુ છે. આ બનાવ સામુહિક દુષ્કર્મનો નથી. તમામ બનાવ છેલ્લા સાત મહિનાના સમયગાળામાં અલગ અલગ બન્યા છે.
એક મહિનામાં સામૂહિક દુષ્કર્મનો ત્રીજો કિસ્સો
ગુજરાતમાં છેલ્લા એક મહિનામાં સામૂહિક દુષ્કર્મની આ ત્રીજો કિસ્સો સામે આવ્યો છે. જેમાં પહેલો કિસ્સો વડોદરાના ભાયલીમા બન્યો હતો. બીજો કિસ્સો આણંદમા બન્યો હતો અને ત્રીજો કિસ્સો સુરેન્દ્રનગરના થાન પોલીસ સ્ટેશનનો છે.