સુરેન્દ્રનગર

પોલીસ કર્મચારી 30 હજારની લાંચ લેતા રંગે હાથે ઝડપાયો, ACBએ ગોઠવ્યું હતું છટકું

સુરેન્દ્રનગરઃ ધ્રાંગધ્રા સિટી પોલીસ મથકના પીઆઇના રાઇટર તરીકે ફરજ બજાવતા પોલીસ કર્મચારીને લાંચ લેતા એસીબીએ રંગે હાથે ઝડપી પાડ્યા હતાં. એસીબીએ છટકું ગોઠવીને પોલીસ કોન્સ્ટેબલ મોગીલાલ પઢીયારને એસીબીએ રૂપિયા 30 હજારની લાંચ લેતા રંગે હાથે ઝડપી પાડ્યા હતાં. એસીબીએ ધ્રાંગધ્રાના ડીસીડબલ્યુ સર્કલ નજીક છટકું ગોઠવીને પોલીસ કોન્સ્ટેબલને ઝડપી પાડ્યો હતો.

કેસમાં મદદ કરવાના બદલામાં માંગી હતી લાંચ

સૂત્રો દ્વારા મળતી જાણકારી પ્રમાણે પોલીસ કર્મીએ ફરિયાદી પાસેથી દુષ્કર્મ અને પોક્સો હેઠળ નોંધાયેલ કેસમાં મદદ કરવાના બદલામાં આ લાંચની માંગણી કરી હતી. નાગરિકે લાંચ આપવા નહોતો માંગતો એટલે ફરિયાદીએ મોરબી એસીબી ટીમને આ મામલે જાણ કરી રહતી. જેથી મોરબી એસીબી ટીમે છટકું ગોઠવવામાં આવ્યું હતું. આ છટકા દરમિયાન ધ્રાંગધ્રાના આંબેડકર સર્કલ નજીક ડીસીડબલ્યુ સર્કલ પાસે આવેલી પીજીવીસીએલ કચેરીના ગેટ પાસે પોલીસકર્મી મોગીલાલ પઢીયાર લાંચની રકમ સ્વીકારતા રંગેહાથ ઝડપાઈ ગયા હતા.

માંગીલાલ પઢિયારને લાંચના રૂપિયા સ્વીકારતા રંગે હાથે ઝડપીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. એસીબી દ્વારા ફરિયાદી અને લાંચ લેનાર પોલીસ કર્મચારીને વધુ કાર્યવાહી માટે સુરેન્દ્રનગર એસીબી કચેરી ખાતે લઈ જવામાં આવ્યા હતાં. પોલીસ કર્મચારી સામે હવે ખાતાકીય તપાસ કરવામાં આવશે તેવું પણ સૂત્રો દ્વારા જાણવા મળ્યું હતું.

આ પણ વાંચો….સરકારી નોકરી પરત અપાવવાના નામે 2 લાખની લાંચ માંગનારા 3 આરોપીઓ ACBના સકંજામાં…

Vimal Prajapati

વિમલ પ્રજાપતિએ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિષય સાથે અનુસ્નાતક થયેલા છે. તેઓ ડિજિટલ મીડિયાનો 4 વર્ષનો અનુભવ છે અને અત્યારે મુંબઈ સમાચારમાં કન્ટેન્ટ રાઈટર તરીકે કામ કરી રહ્યાં છે.

સંબંધિત લેખો

Back to top button