મુખ્ય પ્રધાન આવતીકાલે સુરેન્દ્રનગરમાં 696 કરોડના વિકાસલક્ષી કામનું કરશે લોકાર્પણ અને ખાતમુહૂર્ત | મુંબઈ સમાચાર

મુખ્ય પ્રધાન આવતીકાલે સુરેન્દ્રનગરમાં 696 કરોડના વિકાસલક્ષી કામનું કરશે લોકાર્પણ અને ખાતમુહૂર્ત

સુરેન્દ્રનગરઃ રાજ્યના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ શનિવારે સુરેન્દ્રનગર જિલ્લાના પ્રવાસે પધારશે. તેમની ઉપસ્થિતિમાં નર્મદા, જળ સંપત્તિ, પાણી પુરવઠા અને કલ્પસર વિભાગના તથા વિવિધ વિભાગના રૂ. ૬૯૬.૨૫ કરોડના ૧૨ જેટલા વિકાસપ્રકલ્પોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત સુરેન્દ્રનગર વઢવાણ આનંદ ભુવન, ખાતે સવારે ૧૦.૩૦ કલાકે યોજાશે.

આપણ વાંચો: પીએમ મોદી ગુજરાત પ્રવાસ દરમિયાન 24 હજાર કરોડના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે, આ રહી યાદી

નર્મદા, જળ સંપત્તિ, પાણી પુરવઠા વિભાગ અને કલ્પસર વિભાગના રૂ. ૧૦૮.૦૪ કરોડના બે કામ, સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના રૂ. ૦૭.૧૫ કરોડનું એક કામ સહિત કુલ રૂ. ૧૧૫.૧૯ કરોડના કુલ ૩ કામનું લોકાર્પણ કરવામાં આવશે.

આ ઉપરાંત શિક્ષણ વિભાગના રૂ. ૬૦ લાખનું એક કામ, નર્મદા, જળ સંપત્તિ, પાણી પુરવઠા વિભાગના રૂ.૫૫૬.૪૩ કરોડના ૬ કામ, માર્ગ અને મકાન વિભાગના રૂ. ૨૨.૫૮ કરોડનું એક કામ, આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગનું રૂ. ૧.૪૫ કરોડનું એક કામ સહિત રૂ. ૫૮૧.૦૬ કરોડના ૯ કામનું ખાતમુહૂર્ત કરવામાં આવશે.

સંબંધિત લેખો

Back to top button