રાજકોટના ન્યારા ગામે બનશે સૌરાષ્ટ્ર-કચ્છની સૌથી અત્યાધુનિક જેલ
રાજકોટ: રાજકોટ શહેર નજીક લગભગ 65 એકરના વિસ્તારમાં નવી જેલ બનાવવામાં આવશે. જેણે લઈને રાજ્ય સરકારે મંજૂરી આપી દીધી છે. રાજકોટમાં બનનારી આ જેલ સૌરાષ્ટ્ર અને કચ્છની સૌથી મોટી જેલ હશે. સેન્ટ્રલ જેલમાં સમાવેશ ક્ષમતા પૂર્ણ ન બથતી હોવાથી નવી જેલ બનાવવાની મંજૂરી સરકાર પાસે માંગવામાં આવી હતી. આ મંજૂરી મળી જતાં હવે ટૂંક જ સમયમાં જેલનિર્માણની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે.
પ્રાપ્ત વિગતો અનુસાર રાજકોટના ન્યારા ગામ નજીક સૌરાષ્ટ્ર અને કચ્છની સૌથી મોટી જેલ બનવા જઈ રહી છે. રાજકોટ સેન્ટ્રલ જેલમાં કેદીઓની સમાવેશ ક્ષમતા પૂર્ણ થઈ શકે તેમ ન હોવાથી સરકારને નવીન જેલનું નિર્માણ કરવાની અરજી કરવામાં આવી હતી. સરકાર દ્વારા આ બાબતે મંજૂરી મળી જતાં હવે કલેકટર દ્વારા ટૂંક સમયમાં જમીન સોંપણીની કામગીરી કરવામાં આવશે. આઅ કામગીરી પૂર્ણ થયા બાદ જેલનિર્માણની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે.
આ પણ વાંચો: બજેટ સત્રમાં ભાજપ-‘આપ’ના સાંસદ આવ્યા સામસામે, સંજય સિંહે કહ્યું જેલનું બજેટ વધારો…
રાજકોટના પોપટપરા ખાતે આવેલી જેલમાં 52 જેટલી બેરેક છે જો કે અહી કેદીઓની સંખ્યા બમણી હોવાથી થોડા મહિનાઓ પૂર્વે જેલ ખાતાએ રાજકોટ આસપાસ નવી અદ્યતન જેલ બનાવવા રાજકોટ કલેકટર પાસે જમીન માંગી હતી. ત્યારબાદ કલેકટરે રાજ્ય સરકારને મોકલી અપાઈ હતી. રાજ્ય સરકાર દ્વારા હવે મંજૂરીની મહોર મારતા ટૂંક જ સમયમાં આધુનિક જેલનું નિર્માણ કાર્ય શરૂ કરવામાં આવશે.
રાજકોટના પોપટપરામાં આવેલી જેલને 2010 સુધી જિલ્લા જેલથી ઓળખવામાં આવતી હતી જો કે બાદમાં સરકારે તેને સેન્ટ્રલ જેલનો દરજ્જો આપતા અહી સૌરાષ્ટ્ર અને કચ્છના બે વર્ષથી વધુ જેલસજા ભોગવી રહેલા કેદીઓને રાખવામાં આવતા હતા. નવી જેલ બનાવવા 65 એકર જેટલી જમીન આપવા અંગે મંજૂરી મળી ગઇ છે, પરંતુ આ જમીનની અંદર કોર્પોરેશન કે પાણી પુરવઠાની પાઇપ લાઈન છે.
તે હટાવવા કે અન્યછ બાબતે કાર્યવાહી કર્યા બાદ જ રાજકોટ કલેકટર દ્વારા જેલ તંત્રને જમીનની સોંપણી કરાશે, અને ત્યાકરબાદ કરોડોના ખર્ચે ન્યાારા ગામની સરકારી જમીન સર્વે નં. 200 પૈકીની જમીન ઉપર અદ્યતન જેલ ઊભી કરાશે.