રાજકોટ મહાપાલિકાના જનરલ બોર્ડમાં તડા-ફડી, મેયરનું ત..ત..ફ..ફ.. : વિપક્ષની ભાજપ પર ‘નાગચૂડ’
રાજકોટ મહાનગરપાલિકાની દ્વિમાસિક જનરલ બોર્ડની બેઠક ભારે તોફાની બની રહી હતી. દર વખતની જેમ જ આ બેઠક પણ અપેક્ષિત રીતે જ તોફાની બનતા ભારે દેકારો થયો હતો. બોર્ડની આ બેઠકમાં વિપક્ષ કોંગ્રેસ પૂર્વ તૈયારીરૂપ આવ્યું હોય, શહેરની સામાન્ય નાગરિકોને રંજાડતી સમસ્યાઓ હોય કે શ્મશાનના લાકડામાં ભ્રસ્ટ્રાચાર હોય કોંગ્રેસે કોથળામા ભરીને પાશેરી ફટકારતાં હોય તેવો ઘાટ સર્જી દીધો હતો.
વિપક્ષે રોડ-રસ્તા, સ્મશાનના લાકડાનો કોન્ટ્રાક્ટ, ગૌ માતાના મોત સહિતના પ્રશ્નો ઉઠાવતા મેયર જવાબ અપાવી શક્યા નહોતા. જે બાદ વિપક્ષે પોસ્ટર દ્વારા વિરોધ નોંધાવતા તેમને બોર્ડમાંથી બહાર કાઢી મુકવામાં આવ્યાં હતાં.
મહાનગર પાલિકા રાજકોટની જનરલ બોર્ડની બેઠક બાદ વિપક્ષ નેતા વશરામ સાગઠિયાએ માધ્યમો સમક્ષ ભાજપના સાશન પર તીખા પ્રહારો કરતાં કહ્યું કે, ‘પાંચ દિવસના વરસાદમાં 250 જેટલી ગાયો ભૂખથી અને ઠંડીથી ઠૂઠવાઈને મૃત્યુ પામી છે. આ ગૌ હત્યા છે અને તેનું પાપ ભાજપના નેતાઓને લાગશે. શહેરમાં 12,000થી વધુ ખાડાઓ છે. ગેરેન્ટિં વાળા ડાંમર રોડ તૂટે તો જવાબદારી કોની ?
આપણ વાંચો: રાજકોટ મહાનગરપાલિકામાં વિરોધ પક્ષના નેતા તરીકે વશરામભાઈ સાગઠીયા ની નિયુક્તિ
રાજકોટ મહાનગરપાલિકાના જનરલ બોર્ડની બેઠકમાં ભાજપના સભ્યો પોતાના દ્વારા થતી રાબેતા મુજબ સરકારી કામગીરી અને એક્શન પ્લાન રજૂ કર્યા તો આક્રમક વિપક્ષે ઢોર ડબ્બા, ડ્રેનેજની ફરિયાદો, ફાયર NOC,આજી રીવરફ્રન્ટ, સફાઇ કામદારોનાં સેટઅપ, સ્મશાનના લાકડાના નિકાલ, બાંધકામ પ્લાન અંગે જાહેર જનતાને સ્પર્શતી માહિતી માંગી હતી.
એક કોર્પોરેટરે જુદા-જુદા વોર્ડના એકશન પ્લાન, વેરા વસુલાત શાખાની કામગીરી અંગે માહિતી માગતા તેનો જવાબ ચાલુ હતો તે દેરમિયાન જ વિપક્ષ દ્વારા પેટા પ્રશ્નોનું કહી હાથમાં BPMC એક્ટ લઇ બોર્ડમાં વિરોધ નોંધાવ્યો. ઉપરાંત વિપક્ષ નેતા વસરામ સાગઠિયાએ સાશકોને BPMC એકટના નિયમો જાહેરમાં સમજાવ્યા હતાં.
વશમાં નહોતા આ રામ -વશરામ
મહાનગરપાલિકામા વિપક્ષના નેતા વશરામ સાગઠિયાએ આજી રિવરફ્રન્ટ યોજનાના ટેન્ડરની સ્થિતિ, રામનાથ કોરીડોર પ્રોજેકટ, કેસરી પુલ મજબુતીકરણના ટેન્ડર, સફાઇ કામદારોના સેટઅપ, ભરતી, નિયમો પૂછયા છે. સ્મશાનમાં લાકડા મોકલવાની વ્યવસ્થાની વિગતો તેમણે પૂછી છે.
જ્યારે મકબુલભાઇ દાઉદાણીએ આઇવે પ્રોજેકટ હેઠળ મુકેલા કેમેરામાં વરસાદ માપી શકાય છે કે કેમ, રાજકોટની વસ્તી અનુસાર કેટલા ફાયર સ્ટેશનની જરૂર, અગ્નિકાંડ બાદ ટીપીમાં ઇન્વર્ડ પ્લાન, મંજૂરી, કેન્સલ, પ્રક્રિયાની વિગત પૂછી છે. સાથે ચાર વર્ષમાં પૂર્વ ઝોનમાં ગેરકાયદે બાંધકામોને નોટિસની વિગત પણ તેમણે માંગી છે