રાજકોટમાં સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સરનો આપધાતનો પ્રયાસ, સ્યુસાઈડ નોટમાં કર્યા ખુલાસા? | મુંબઈ સમાચાર
રાજકોટ

રાજકોટમાં સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સરનો આપધાતનો પ્રયાસ, સ્યુસાઈડ નોટમાં કર્યા ખુલાસા?

રાજકોટઃ શહેરની જાણીતી સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર જન્નત મીરે આત્મહત્યાનો પ્રયાસ કર્યો છે. આ પ્રયાસ કરતા પહેલા, તેણે એક સ્યુસાઇડ નોટ લખી હતી. જેમાં તેણે લાલો ઉર્ફે ઇમ્તિયાઝ રાઉમા નામના વ્યક્તિનો ઉલ્લેખ કર્યો છે.

નોટમાં તેણે જણાવ્યું છે કે, તે ઈમ્તિયાઝ રાઉમાના ત્રાસથી કંટાળી ગઈ હતી અને તેથી તેણે આ પગલું ભર્યું. આત્મહત્યાનો પ્રયાસ કરતા પહેલા તેણે ત્રણ પાનાની સ્યુસાઈડ નોટ પણ લખી હતી.

આપણ વાંચો: પ્રેમિકાની હત્યા પછી આત્મહત્યાનો પ્રયાસ: પ્રેમીનો નિર્દોષ છુટકારો…

જન્નત મીરે સ્યુસાઈડ નોટમાં લખી આપવીતી

પોલીસે આ ઘટનાની તપાસ શરૂ કરી દીધી છે. જન્નત મીરને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. સ્યુસાઈડ નોટ મુજબ ઈમ્તિયાઝ રાઉમા તેને વારંવાર હેરાન કરતો હતો અને જાનથી મારી નાખવાની ધમકી પણ આપતો હતો. પોલીસને એ પણ જાણવા મળ્યું છે કે તે જન્નત મીરના ઘરે આવીને ધમકાવતો હતો.

પોલીસે આ મામલે સીસીટીવી ફૂટેજની પણ તપાસ કરી રહી છે. જન્નત મીરે સ્યુસાઈડ નોટમાં અનેક મોટા ખુલાસા થઈ શકે છે. આ પ્રકરણમાં જેને જન્નત મીરે આરોપી બતાવ્યો છે તે વ્યક્તિ ભૂતકાળમાં તોફાની રાધા નામે જાણીતી યુવતીએ આત્મહત્યા કરી હતી તેમાં પણ આનો જ હાથ હોવાનો ઉલ્લેખ કર્યો હતો.

આરોપી ઇમ્તિયાઝ રાઉમા સામે ફરિયાદ દાખલ

આરોપી લાલો ઉર્ફે ઇમ્તિયાઝ રાઉમા પર જન્નત મીરે અનેક આરોપો લગાવ્યાં હતાં. સ્યુસાઈડ નોટ પ્રમાણે, ઇમ્તિયાઝ રાઉમાએ પહેલા તેને પ્રેમજાળમાં ફસાવી અને પછી હેરાન કરવાનું શરૂ કર્યું હતું. વારંવાર ઘરે આવીને તે માથાકુટ પણ કરતો અને માતાને ગાળો પણ બોલતો હતો. જેથી જન્નતે તેની સાથે સંબંધ રાખવાની ના પાડી દીધી હતા.

સંબંધ રાખવાની ના પાડી તો ફોને અને મેસેજમાં તે મારવાની ધમકીઓ આપવા લાગ્યો હતો. એટલું જ નહીં, પરંતુ તોફાની રાધા નામની છોકરીને મારી એમ જન્નતને પણ મારી નાખવાની ધમકી આપી હતી.

પોલીસ ફરિયાદ કરી તો પણ તને અને તારા પરિવારને જાનથી મારી નાખવાની ધમકીઓ આપી હતી. જેથી જન્નત મીરે કંટાળીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. જે મામલે પ્રદ્યુમ્નનગર પોલીસ મથકમાં બીએનએસ કલમ 352, 351(3) હેઠળ ફરિયાદ નોંધીને ઇમ્તિયાઝ ભીખુભાઈ રાઉમાને ઝડપી પાડ્યો છે. હવે આગળની કાર્યવાહી હાથ કરવામાં આવી છે.

આપણ વાંચો: અમદાવાદ સ્ટેશન પર RPF ના જવાને આત્મહત્યાનો પ્રયાસ કરનારા માનસિક બીમાર વ્યક્તિનો જીવ બચાવ્યો…

સોશિયલ મીડિયામાં યુવતીઓ કેટલી સુરક્ષિત?

પાંચ દિવસ પહેલા પણ રાજકોટમાં આવી જ એક બીજી ઘટના બની હતી. એક સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સરે તેના મિત્ર પર ત્રાસ આપવાનો આરોપ મૂક્યો હતો. યુવતીએ આ યુવકને ૩ લાખ રૂપિયા આપ્યા હતા. બાદમાં બંને વચ્ચે ઝઘડો થતાં સંબંધ પૂરો થયો હતો.

જ્યારે યુવતીએ પોતાના પૈસા પાછા માંગ્યા, ત્યારે યુવકે તેને અપમાનિત કરી હતી. આ ઘટનામાં યુવક, તેના માતા-પિતા, પત્ની અને ભાઈએ પણ યુવતીને માર માર્યો હતો અને જાતિ-વિષયક અપશબ્દો કહ્યા હતા. આ મામલે યુવતીએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી.

Vimal Prajapati

વિમલ પ્રજાપતિએ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિષય સાથે અનુસ્નાતક થયેલા છે. તેઓ ડિજિટલ મીડિયાનો 4 વર્ષનો અનુભવ છે અને અત્યારે મુંબઈ સમાચારમાં કન્ટેન્ટ રાઈટર તરીકે કામ કરી રહ્યાં છે.

સંબંધિત લેખો

Back to top button