સરકારી વાહનમાં કુંભમેળાની યાત્રાનો મુદ્દો કઈ દિશામાં? મેયરે આપ્યું નિવેદન

રાજકોટ: ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં ચાલી રહેલા મહાકુંભના મેળામાં સરકારી વાહન લઈ જવાના મામલે રાજકોટ મહાનગર પાલિકાના મેયર નયનાબેન પેઢડિયા ચર્ચાનું કેન્દ્ર બનેલા છે.
મહાકુંભમાં પવિત્ર ડૂબકી લગાવવા માટે રાજકોટ મહાનગર પાલિકાના મેયર સરકારી ગાડી લઈને પહોંચ્યા બાદ આ મુદ્દો રાજનીતિમાં ખૂબ ચગ્યો છે ત્યારે આ મુદ્દે મેયરે પોતાનો લૂલો બચાવ કરતાં પોતાનું માન નહીં જળવાયું હોવાનું નિવેદન આપ્યું છે.
આપણ વાંચો: પ્રજાના પૈસે રાજકોટના મેયર મહાકુંભ નગરે પહોંચ્યા, સરકારી ગાડી લઈ જવા મુદ્દે વિવાદ…
શું કહ્યું મેયરે?
આ સમગ્ર મુદ્દે વાત કરી ત્યારે રાજકોટના મેયર નયનાબેન પેઢડિયાના રાજકોટ મહાનગર પાલિકાના મેયરની સરકારી ગાડી લઈને મહાકુંભમાં ગયા હતા. જેની તસવીરો સામે આવતા આ મુદ્દો વિવાદનું કેન્દ્ર બન્યો હતો. આ મુદ્દે મનપાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને પણ નિવેદન આપીને તે મુદ્દે સ્પષ્ટતા કરી હતી. જો કે હવે આ મુદ્દે મેયર નયનાબેન પેઢડિયાએ મહત્વનું નિવેદન આપતા જણાવ્યું હતું કે મને ટાર્ગેટ કરવામાં આવી રહી છે.
મારી છબિ ખરડાવવાનો પ્રયાસ
પત્રકારો દ્વારા પૂછવામાં આવેલા પ્રશ્ન પર મેયરે જણાવ્યું હતું કે “ભાડાંના બે રૂપિયાવાળી વાતનો ક્યાય ઉલ્લેખ નથી. બે રૂપિયા કિલોમીટર વાળી વાત કરી એ મારી છબિ ખરડાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.
આપણ વાંચો: રાજકોટમાં વધુ એક જમીન કૌભાંડ? કોંગ્રેસનો સણસણતો આક્ષેપ
તેમણે કહ્યું હતું કે મનપા કમિશ્નરની પરવાનગી લઈને સરકારી વાહન લઈને ગયા હતા, કારણ કે ઝડપથી પાછું કોર્પોરેશનમાં આવી શકાય. તેમણે કહ્યું હતું કે સાથે મારા ઉપર થઈ રહેલ આક્ષેપો પ્રત્યે હું કોઈ વ્યક્તિગત બાબતે હું પડવા માગતી નથી.
મારી ગરિમા જળવાઈ નથી
હું એક મહિલા છું સાથે મેયર પણ છું. આ ઘટનાની ચર્ચામાં મારી ગરિમા જળવાઈ નથી અને મહા કુંભમાં પણ અમે સંપૂર્ણ ડ્રેસ પહેરીને મર્યાદા પૂર્ણ સ્નાન કર્યું. કોઈએ આ ઈશ્યુ બનાવ્યો છે.
આથી અમારી ગરિમા જળવાય નથી. તેમણે કહ્યું હતું કે જ્યાં સુધી કપડાં સુકાવવાની વાત છે તો ત્યાં કોઈ પણ પ્રકારની દોરી કે કંઈ હતું નહિ જેથી હું સ્ત્રી છું તે માટે મારા કપડા સરકારી કારમાં સુકાવ્યા હતા, એવું તેમણે જણાવ્યું હતું.