
રાજકોટઃ શહેરનું ઈન્ટરનેશનલ એરપોર્ટ ફરી ઈન્ટરનેશલ ફલાઈટને લઈ વિવાદ ઉભો થયો છે. રાજકોટમાં જૂલાઈ-2023માં વડાપ્રધાને ગુજરાતનું સૌ પ્રથમ ગ્રીનફિલ્ડ આંતરરાષ્ટ્રીય એરપોર્ટનું લોકાર્પણ કર્યું હતું. જે બાદ સૌરાષ્ટ્રના નાગરિકોને હવે આંતરરાષ્ટ્રીય વિમાની સેવા મળશે તેવી આશા બંધાઈ હતી. જોકે 19 મહિના બાદ પણ ઈન્ટરનેશલ ફલાઈટ શરૂ થઈ નથી. જેના કારણે રાજકોટ સહિત સૌરાષ્ટ્રવાસીઓને વધુ એક તકલીફનો સામનો કરવાનો વારો આવ્યો છે.
અમદાવાદ કે મુંબઈ લાંબુ થવું પડે છે
રાજકોટમાં ઈન્ટરનેશનલ એરપોર્ટ બન્યું પરંતુ ઈન્ટરનેશનલ ફ્લાઈટ શરુ ન થતા વિવાદ વધ્યો છે. ખાનગી એરલાઈન્સ કંપનીએ કોઈ રસ નહીં દાખવતાં રાજકોટવાસીઓને તકલીફ નો સામનો કરવાનો વારો આવ્યો છે, વિદેશી ફ્લાઈટ શરુ કરવા માટે સર્વે પણ કરાયો હતો પરંતુ હજી સુધી ફલાઈટ શરૂ થઈ નથી, 19 મહિના બાદ પણ રાજકોટ સહિત સૌરાષ્ટ્રવાસીઓને વિદેશ જવું હોય તો અમદાવાદ કે મુંબઈ આવવું પડે છે.
આ પણ વાંચો:રાજકોટ, મોરબીથી હરિદ્વાર જતા મુસાફરો માટે ખુશખબર, મળશે આ ટ્રેનનો લાભ…

હીરાસર એરપોર્ટ પર મોટી દુર્ઘટના ટળી હતી
અત્રે ઉલ્લેખીનય છે કે અગાઉ રાજકોટમાં ગત વર્ષે ચોમાસાની શરુઆતમાં હીરાસર એરપોર્ટ પરના નબળા બાંધકામની પોલ ખુલી હતી. રાજકોટના હીરાસર એરપોર્ટ પર મોટી દુર્ઘટના ટળી હતી. એરપોર્ટ પર આવેલી કેનોપી અચાનક તૂટી પડી હતી. જોકે સદનસીબે કોઈ જાનહાનિ થઈ નહોતી. આ ઉપરાંત અગાઉ એરપોર્ટમાં પ્રાથમિક સુવિધાનો અભાવ હોવાનું સામે આવ્યુ હતું.
આ પણ વાંચો:Rajkot માર્કેટિંગ યાર્ડ શિયાળુ પાકથી ઉભરાયું, વાહનોની લાંબી લાઈનો લાગી…
2024માં રાજ્યસભામાં કેન્દ્ર સરકારે જણાવ્યું હતું કે, રાજકોટના હિરાસર ખાતે ઈન્ટરનેશનલ એરપોર્ટ બનાવવા પાછળ 1240 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો. એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિચાએ ગુજરાત સરકારની મદદથી ગ્રીનફિલ્ડ એરપોર્ટનો વિકાસ કર્યો હતો. ગુજરાત સરકારે જમીન વિનામૂલ્યે આપી હતી.