રાજકોટ

રાજકોટમાં પત્નીના અનૈતિક સંબંધથી કંટાળી પતિએ પત્નીની હત્યા કરી પોતે કર્યો આપઘાત, CCTVમાં ઘટના કેદ

રાજકોટ: રાજકોટમાં પત્નીની પતિએ હત્યા કરી હતી તેમાં ફાયરિંગના CCTV સામે આવ્યા છે. રાજકોટમાં પતિએ પહેલા પત્નીને ગોળી અને બાદમાં પોતાને પણ ગોળી ખાઈને આત્મહત્યા કરી લીધી હતી. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી.

સીસીટીવી વીડિયો પ્રમાણે યોગ ક્લાસમાંથી આવતા સમયે પતિ પત્નીનો પીછો કરીને એપાર્ટમેન્ટના પાર્કિંગમાં આવે છે. અહીં પતિ-પત્ની વચ્ચે ઝપાઝપી થાય છે અને પતિ પત્ની પર ધડાધડ ફાયરિંગ ચાલુ કરી છે. બાદમાં પોતાને પણ આત્મહત્યા કરી લે છે. આ કેસમાં પોલીસે પત્નીના જેની સાથે આડાસંબંધની આશંકા હતા તેની સાથે પણ પૂછપરછ કરી હતી.

આપણ વાચો: અમરેલીના રાજુલામાં 25 દિવસથી ગુમ યુવકની હત્યાનો ભેદ ઉકેલાયો, પત્ની સાથેના આડાસંબંધમાં ખેલાયો ખૂની ખેલ

લાલજીએ તૃષાની હત્યા કરી આત્મહત્યા કરી હતી

ઘટનાની વાતે વાત કરવામાં આવે તો, પત્ની અને તેની મિત્ર જ્યારે ટૂ-વ્હીલરમાં સવાર થઈને યોગા કલાસમાંથી પરત આવી રહી હોય છે. જ્યારે તે સોસાયટીમાં પ્રવેશે છે ત્યારે પાછળ પાછળ તેનો પતિ પણ સોસાયટીમાં આવે છે.

15 નવેમ્બરે રાજકોટના નાગેશ્વર વિસ્તારમાં પતિએ બિલ્ડિંગના પરિસરમાં પત્નીને પોતાની પરવાનાવાળી રિવોલ્વરથી ગોળી માર્યા બાદ પોતાના લમણે ગોળી મારી આપઘાત કર્યો હતો. આ ઘટનામાં કાકી અને ભત્રીજા વચ્ચેના પ્રેમસંબંધથી કંટાળેલા પતિએ આ કાંડ કર્યો હોવાની ચર્ચાઓ શરૂ થઈ હતી.

ફાયરિંગની આ ઘટનામાં પતિનું ઘટનાસ્થળે મોત થયું હતું, જ્યારે પત્નીનું ટૂંકી સારવાર બાદ 17 નવેમ્બરે મોત નીપજ્યું હતું. જેમાં હવે સીસીટીવી પ્રકાશમાં આવતા પોલીસે તે દિશામાં પણ તપાસ શરૂ કરી છે.

આપણ વાચો: યુવતી સાથે આડાસંબંધની શંકાએ યુવકની સરાજાહેર હત્યા, રાપર પોલીસે દોડતી થઈ…

પોલીસે મૃતકના પરિવારજનો સાથે પૂછપરછ કરી

આ કેસમાં પોલીસ દ્વારા મૃતકના પરિવારજનો સાથે પૂછપરછ કરવામાં આવી ત્યારે એવું જાણવા મળ્યું કે, પત્ની તૃષા છેલ્લા દોઢ મહિનાથી પતિ લાલજીથી અલગ રહેતી હતી. બંને વચ્ચે ઝઘડો થયો હોવાના કારણે તૃષા તેની મિત્ર પૂજાના ઘરે રહેવા માટે જતી રહી હતી.

તૃષાનું લાલજીના પરિવારમાં થતા એક ભત્રીજા સાથે આડા સંભંધો હોવાનું પણ જણાવ્યું હતું. આ વાતે ઝઘડો થયો તેના કારણે તૃષા અને લાલજી વચ્ચે ઝઘડો થયો હતો. લાલજી છેલ્લા ઘણાં સમયથી તૃષાને પાછી લાવવા માટે મનાવી રહ્યો હતો, પરંતુ તૃષા પાછી આવવા માટે તૈયાર નહોતી તેના કારણે જ લાલજીએ પત્નીની હત્યા કરીને આત્મહત્યા કરી લીધી હતી.

તૃષાનો કોટુંબીક સંબંધમાં થતા ભત્રીજા સાથે આડા સંબંધ અંગે પણ તપાસ શરૂ કરી હતી. પોલીસે જ્યારે તૃષાના કથિત પ્રેમી અને લાલજીના કૌટુબિંક સંબંધમાં થતા ભત્રીજા વિશાલ સાથે વાત કરી ત્યારે ભત્રીજાએ તૃષા સાથેના અનૈતિક સંબંધનો અસ્વીકાર કર્યો હતો. તે ભત્રીજાનું કહેવું એવું છે કે તે માત્ર તૃષાના ઘરે આવતો જતો હતો, બીજા કોઈ પણ પ્રકારના સંબંધનો તેણે સ્વીકાર કર્યો નહતો.

Vimal Prajapati

વિમલ પ્રજાપતિએ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિષય સાથે અનુસ્નાતક થયેલા છે. તેઓ ડિજિટલ મીડિયાનો 4 વર્ષનો અનુભવ છે અને અત્યારે મુંબઈ સમાચારમાં કન્ટેન્ટ રાઈટર તરીકે કામ કરી રહ્યાં છે.

સંબંધિત લેખો

Back to top button