રાજકોટ

રાજકોટ: કૂવામાંથી મળેલા બે વર્ષના બાળકની લાશનો ખૂલ્યો ભેદ, હત્યારાનું નામ જાણીને ચોંકી જશો

રાજકોટ: રાજકોટના બેટી રામપરા ગામે આવેલી વાડીના કૂવામાંથી આશરે દોઢ મહિના પહેલા બે વર્ષના બાળકની લાશ મળી હતી. પોલીસે તપાસ દરમિયાન ભેદ ઉકેલી નાંખ્યો હતો. બાળકની ખુદ તેની માતાએ જ હત્યા કરીને કૂવામાં ફેંકી દીધો હતો. પતિ આ બાળક પ્રેમીનું હોવાનું શંકા કરીને સતત ઝઘડા કરતો હતો. તેથી મહિલાએ આવેશમાં આવીને પોતાના જ પુત્રની જિંદગીનો અંત આણી દીધો હતો. પોલીસે આ આ મામલે ખૂનનો ગુનો દાખલ કરી આરોપી માતાની ધરપકડ કરી હતી.

શું છે મામલો?

23 ફેબ્રુઆરીના રોજ બેટી રામપરા ગામે આવેલી એક વાડીના કૂવામાંથી બે વર્ષના બાળકની લાશ મળી હતી. પોલીસે લાશનું પોસ્ટમોર્ટમ કરાવ્યું હતું. પરંતુ તેમાં મતોનું ચોક્કસ કારણ જાણવા મળ્યું નહોતું. જે બાદ પોલીસે બાળકના વાલી-વારસની શોધખોળ શરૂ કરી હતી.

આ પણ વાંચો:રાજકોટમાં નમકીન બનાવતી ફેકટરીમાં આગઃ ફાયર બ્રિગેડ ઘટનાસ્થળે…

આ ઘટનાના થોડા દિવસ બાદ એક મહિલા તેના પિયરીયા સાથે પોલીસ મથકે પહોંચી હતી અને પતિએ તેના બે વર્ષના બાળકને મારી નાંખ્યાની રજૂઆત કરી હતી. જેથી પોલીસે મહિલાના પતિને બોલાવીને પૂછપરછ કરી હતી. આ સમયે મહિલા ભાંગી પડી હતી અને તેણે જ પુત્રીને બેટી રામપરા ગામે આવેલા કૂવામાં ફેંકી દીધાની કબૂલાત કરી હતી.

પતિએ પોલીસને જણાવ્યા મુજબ, તેના લગ્ન પાંચ વર્ષ પહેલા થયા હતા. સંતાનમાં ત્રણ વર્ષની પુત્રી અને બે વર્ષનો પુત્ર છે. તેની પત્ની પરપુરુષ સાથે પ્રેમમાં હતી. બીજી વખત તેની પત્ની ગર્ભવતી થઈ ત્યારે પેટમાં બાળક કોનું છે તેમ પૂછ્યું હતું. જેથી તેની પત્નીએ આ હું જેને પ્રેમ કરું છું તેનું છે તેમ કહ્યું હતું. જે બાદ તેમની વચ્ચે સતત ઝઘડા થતા હતા. થોડા દિવસ પહેલા પત્ની આ બાળક હું મારા પ્રેમીને આપવા જાવ છું તેમ કહીને ઘરેથી નીકળી હતી પરંતુ મોડી સાંજ સુધી ઘરે પરત ફરી નહોતી. તેણે ફોન કરીને છોકરું જેનું હતું તેને સોંપી દીધું છે અને બીજી વખત આવી ભૂલ નહીં કરું તેમ કહ્યું હતું

આ પણ વાંચો: રાજકોટમાં ‘બુલડોઝર’ એક્શન; પોલીસ પર હુમલો કરનારા સામે આકરી કાર્યવાહી

તેમને તેની પત્ની સત્ય બોલતી હશે તેમ લાગ્યું હતું. આ ઉપરાંત તે ઘરમાં પણ કોઈને શંકા ન જાય તેમ રહેવા લાગી હતી. તેના સાળાના ઘરે પુત્રીનો જન્મ થતાં છઠ્ઠી પ્રસંગ હોવાથી ત્યાં ગઈ હતી. તેના પિયર પક્ષના લોકોએ પુત્રને કેમ સાથે નથી લાવી તેમ પૂછ્યું હતું. આ દરમિયાન તેણે પુત્રને કૂવામાં ફેંકી દીધો હોવાનું પરિવારજનોને જણાવ્યું હતું. જેના આધારે મહિલા સામે ખૂનનો ગુનો નોંધી ધરપકડ કરવામાં આવી હતી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button