રાજકોટ

રાજકોટમાં બન્યો વધુ એક અંધશ્રદ્ધાનો કિસ્સોઃ ભૂવાની મેલી મુરાદનો ભોગ બનતા યુવતીએ અંતિમ પગલું ભર્યું

પિતા અને ભાઈના મૃત્યુ થવાની ધમકી આપતા યુવતી છેતરાઈ

Rajkot Crime News: ગુજરાતમાં અંધશ્રદ્ધા અને તાંત્રિકો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવતી હોવા છતાં તેમના છળકપટમાં યેનકેન પ્રકારે નાગરિકો સપડાતા હોય છે. તાજેતરમાં એક ભૂવાએ નર્સિંગની વિદ્યાર્થિનીને પોતાના વશમાં કરીને દુષ્કર્મ આચર્યું હતું. વિદ્યાર્થિનીને એની જાણ થયા પછી તેને અંતિમ પગલું ભરી લીધું હતું.

મળતી માહિતી પ્રમાણે રાજકોટમાં કેતન સાગઠિયા નામના ભૂવા દ્વારા દુષ્કર્મ કરતા છેવટે વિદ્યાર્થિનીને મરવા માટે મજબૂર બની હતી. ભૂવાએ તેને છેતરીને કહ્યું હતું કે તારા પિતા અને ભાઈનું મૃત્યુ થશે અને જો એવું ન થવા દેવું હોય તો વિધિ કરાવવી પડશે તેમ કહી જાળમાં ફસાવી હતી. મેલીવિદ્યામાંથી છૂટકારો મેળવવા માટે યુવતીએ કેતન સાગઠિયા નામના ભૂવાની પાસે જતી હતી.

આપણ વાંચો: અંધશ્રદ્ધાએ હદ વટાવીઃ છોટા ઉદેપુરમાં તાંત્રિક વિધિના નામે ભુવાએ બાળકીની કરી હત્યા

જાણો શું છે સમગ્ર મામલો?

રાજકોટના મવડી સ્મશાનમાં રહેતા કેતન સાગઠિયા નામના ભૂવાએ નર્સિંગનો અભ્યાસ કર્યા બાદ સામાન્ય નોકરી કરતી એક યુવતીને તારા પિતા અને ભાઈ પર કોઈએ મેલીવિદ્યા કરી છે, ટૂંક સમયમાં તેમનું મૃત્યુ થઈ જશે, જો તું તારા પિતાને બચાવવા માંગતી હોય તો તારે વિધિ કરાવવી પડશે તેમ કહ્યું હતું. આ રીતે ભૂવાએ યુવતીને તેની જાળમાં ફસાવી હતી.

ધીમે ધીમે તેણે યુવતીને પોતાના વશમાં કરી લીધી હતી અને તે ત્યાં જ રહેવા લાગી હતી. ભૂવાને પહેલાથી જ બે પત્ની હતી. તેમ છતાં 10 મહિનાથી તેની સાથે રહેતી હતી. ભૂવાના ત્રાસથી કંટાળીને 13 માર્ચે ઝેર પીધું હતું. સારવાર દરમિયાન 18 માર્ચે યુવતીનું મૃત્યુ થયું હતું.

યુવતીના પરિવારજનોએ ભૂવો તેમની પુત્રીને શારીરિક અને માનસિક ત્રાસ આપવા સહિત ફટકારતો હોવાનો આરોપ લગાવ્યો હતો. તેમની પુત્રીના શરીર પરથી મારપીટ અને ચપ્પુના નિશાન મળી આવ્યા છે.

ભુવાએ તેના નામ પર લોન લઈને પૈસા વાપરી નાંખ્યા હતા. કેતન સાગઠિયા અનેક યુવતીઓ સાથે સબંધ ધરાવે છે. અગાઉ 8 માસ પૂર્વે કેતન સાગઠિયાએ કોમલને ઝેરી દવા પીવડાવી હતી.

આપણ વાંચો: વર્ષા બંગલો, કાળો જાદુ અને લીંબુની ટોપલી..મહારાષ્ટ્રમાં અંધશ્રદ્ધાનું ‘રાજકારણ’

યુવતી કઈ રીતે આવી હતી ભૂવાના સંપર્કમાં

મૃતક યુવતી અમદાવાદમાં જીએનએમનો અભ્યાસ કરતી હતી અને રાજકોટમાં ખાનગી હોસ્પિટલમા ફરજ બજાવતી હતી. યુવતીને એક ભાઇ ત્રણ બહેન હતા. તેનાં પિતા રાજકોટ મનપાનાં સોલિડ વેસ્ટ વિભાગમા ફરજ બજાવે છે.

દોઢ વર્ષ પહેલા યુવતી સબંધીનાં ઘરે માંડવામાં ગઇ હતી ત્યારે પાખંડી ભૂવાના પરિચયમાં આવી હતી. છેલ્લા છ મહિનામાં આ પ્રકારની અનેક ઘટનાઓ બની છે. જાન્યુઆરીમાં તાંત્રિક કાકાએ ભત્રીજી સાથે દુષ્કર્મ કરતા ધરપકડ કરવામાં આવી હતી. આ ઉપરાંત, ગયા વર્ષે એક તાંત્રિકે તેર જણની હત્યા કરવાના કિસ્સામાં જેલના સળિયા ગણવાની નોબત આવી હતી, ત્યારપછી તેનું જેલમાં મોત થયું હતું.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button