રાજકોટ

મર્સિડીસ પાર્ક કરવા No Parking નું બોર્ડ કાઢી નાખ્યું, શું નિયમો માત્ર સામાન્ય લોકો માટે જ છે?

રાજકોટઃ રાજકોટ શહેરનો એક વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યો છે. શહેરના એથ્લેટિક્સ ગ્રાઉન્ડ પાસે ગત રાત્રે એક ચોંકાવનારી અને અજીબ ઘટના સામે આવી છે. પોતાની લક્ઝરી કાર પાર્ક કરવા માટે શખ્સે સામાન્ય નાગરિકને પણ ન શોભે તેવું કૃત્ય કર્યું છે. આ વ્યક્તિ પોતાના મોંઘી ગાડી પાર્ક કરવા માટે નો પાર્કિગનું બોર્ડ ઉખાડી દીધું છે. આ વીડિયો અત્યારે સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યાં છે. આ વ્યક્તિના વર્તનના કારણે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

મર્સિડીઝ કારમાં MLA GUJARAT લખેલી પ્લેટ પણ જોવા મળી

વિગતે વાત કરીએ તો, એથ્લેટિક્સ ગ્રાઉન્ડ પાસે ‘MLA GUJARAT’ લખેલી પ્લેટ ધરાવતી એક સફેદ રંગની મર્સિડીઝ કાર આવી હતી. કારના ચાલકને પોતાની ગાડી પાર્ક કરવી હતી, પરંતુ ત્યાં મહાનગરપાલિકાનું એક બોર્ડ નડતરરૂપ બનતું હતું. પોતાની શાન અને ગાડીના સ્ટેટસને જાળવવાના બદલે આ શખ્સે કાયદાનું ઉલ્લંઘન કરવાનું પસંદ કર્યું! પરંતુ આવું વર્તન જરાય યોગ્ય નથી. જો કે, આ વ્યક્તિ સામે કાર્યવાહી થશે કે નહીં તેના પર લોકોને સવાલ થઈ રહ્યાં છે. માથે કોઈ મોટા વ્યક્તિની છત્રછાયા હોય તે શું આવી રીતે નિયમોને નેવે મુકી દેવાના? નિયમ તો નેવે મુક્યાં પરંતુ એટલું જ નહીં પરંતુ જાહેર સંપત્તિને પણ નુકસાન પહોંચાડ્યું હતું.

આ વ્યક્તિ સામે કાર્યવાહી કરવા માટે લોકોએ માંગ કરી

સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં જોઈ શકાય છે કે, શખ્સ પહેલા કારમાંથી નીચે ઉતરે છે અને આજુબાજુ કોઈ જોઈ રહ્યું છે કે નહીં તેની ખાતરી કરે છે. ત્યારબાદ તે શખ્સ કોર્પોરેશનના બોર્ડને પકડીને તેને જડમૂળમાંથી ઉખેડી નાખવાનો પ્રયત્ન કરે છે, જેથી તે પોતાની મર્સિડીઝ આરામથી પાર્ક કરી શકે. આ વ્યક્તિ સામે કાર્યવાહી કરવામાં આવે તેવી લોકો માંગણી કરી રહ્યાં છે. કારણ કે, પોલીસ દ્વારા સામાન્ય લોકો સામે જે રીતે કાર્યવાહી કરવામાં આવે છે તેવી રીતે આ વ્યક્તિને શોધીને તેની સામે પણ કાર્યવાહી કરવામાં આવે અને આફ્ટર-બીફોરનો વીડિયો બનાવવામાં આવે તેવી માંગણી કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો…રાજકોટના માલવિયા ચોક ખાતે રાષ્ટ્રધ્વજનું અપમાન થતું હોવાનો કોંગ્રેસનો ગંભીર આક્ષેપ

Vimal Prajapati

વિમલ પ્રજાપતિએ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિષય સાથે અનુસ્નાતક થયેલા છે. તેઓ ડિજિટલ મીડિયાનો 4 વર્ષનો અનુભવ છે અને અત્યારે મુંબઈ સમાચારમાં કન્ટેન્ટ રાઈટર તરીકે કામ કરી રહ્યાં છે.

સંબંધિત લેખો

Back to top button