રાજકોટ એસીબીની મોટી કાર્યવાહી, બે ઈજનેર સહિત સહયોગીને લાંચ લેતા રંગેહાથે ઝડપ્યાં

(અમારા પ્રતિનિધિ તરફથી)
રાજકોટઃ રાજકોટ શહેરમાં એસીબી ટીમે એક મોટી કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઇજનેર અને નાયબ કાર્યપાલક ઇજનેર ગેરકાયદેસર લાંચ લેતા ઝડપાયા હતા.
એક જાગૃત નાગરિકે ફરિયાદ કરી હતી કે, આરોપીઓએ રાઇડ ફીટનેસ પ્રમાણપત્ર આપવા રૂપિયા એક લાખની લાંચ માંગી હતી. ફરિયાદી સૌરાષ્ટ્રના વિવિધ લોકમેળાઓમાં યાંત્રીક રાઇડસનો વ્યવસાય કરે છે. આરોપીઓ દ્વારા રણુજાના મેળામાં ચેકિંગ દરમિયાન આ લાંચની માંગણી કરવામાં આવી હતી.
આપણ વાચો: મિલકતની આકારણીમાં બે લાખની લાંચ લેતાં તલાટીને એસીબીએ ઝડપ્યો…
ચેકિંગ માટે આ લાંચની માંગણી કરવામાં આવી હતી
આરોપીઓએ રૂપિયા 1,00,000 ની લાંચ માંગી હતી. જો કે, મામલો 50,000/- રૂપિયામાં સેટ થયો હતો. પરંતુ ફરિયાદી લાંચ આપવા ઈચ્છતા ના હોવાથી એસીબીનો સંપર્ક કર્યો હતો.
એસીબીની ટીમે ગોઠવેલી ટ્રેપ દરમિયાન આરોપી કાર્યપાલક ઇજનેર પીયુષ બાબુભાઇ બાંભરોલીયાએ ફરિયાદી સાથે વાતચીત કરી અને રૂપિયા 50,000/-ની રકમ આરોપી સુધીરભાઇ બાવીશી મારફતે સ્વીકારવાની વ્યવસ્થા કરી હતી.
આપણ વાચો: મોરબીમાંથી તલાટી મંત્રી રૂ. 4000ની લાંચ લેતા ઝડપાયો, વકીલે પાડ્યો ખેલ
ફરિયાદી પાસેથી લાંચની રકમ સ્વીકારતાં જ રંગેહાથ ઝડપ્યાં
જોકે, એસીબીએ આરોપી સુધીરભાઇ નવિનચંદ્ર બાવીશીને પારેવડીચોક પુલ નીચે બજરંગ ટી સ્ટોલ પાસે ફરિયાદી પાસેથી લાંચની રકમ સ્વીકારતાં જ રંગેહાથ ઝડપી પાડ્યો હતો. આ કાર્યવાહી એસીબી મોરબી પોસ્ટના પોલીસ ઇન્સ્પેક્ટર પીએ દેકાવાડીયા અને તેમની ટીમે હાથ ધરી હતી.
આ કેસમાં રાજકોટ એસીબી યુનિટના મદદનીશ નિયામક કેએચ ગોહિલ દ્વારા કરવામાં આવી હતી. ત્રણે આરોપીઓ સામે લાંચ વિરોધી કાયદા હેઠળ ગુનો નોંધવામાં આવ્યો અને વધુ તપાસ શરૂ કરવામાં આવી હતી.



