રાજકોટ

રાજકોટની શર્મનાક ઘટના, 85 વર્ષીય વૃદ્ધે જાહેરમાં નાની બાળકી સાથે કર્યાં અડપલા…

રાજકોટઃ રાજકોટમાં વધુ એક શહેરને શર્મશાર કરતી ઘટના પ્રકાશમાં આવી છે. રાજકોટ શહેરના 150 ફૂટ રીંગ રોડ પાસે આવેલ મોવડી ચોકડી નજીક BRTS બસના પાર્કિંગમાં એક વૃદ્ધે નાની બાળકી સાથે શારીરિક અડપલા કર્યાં હતાં. આ વૃદ્ધ પોતાના નાની બાળકીને હવસનો શિકાર બનાવવા માંગતો હતો. તેનો વીડિયો વાયરલ થતા તેની સામે પોલીસે કાર્યવાહી શરૂ કરી દીધી હોવાનું પણ જાણવા મળ્યું છે. કિશોરી સાથે અડપલા કરી રહેલા વૃદ્ધના વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થતા ઘટના ચર્ચાનું કેન્દ્ર બની છે.

જાહેર રસ્તા પર બાળકી સાથે શારીરિક અડપલા

વિગતે વાત કરવામાં આવે તો, BRTS બસના પાર્કિંગમાં 85 વર્ષ આસપાસના એક વૃદ્ધ દ્વારા અંદાજિત 10 એ 12 વર્ષની એક નાની બાળકીને જાહેર રસ્તા પર અડપલા કરતા હોવાનો વીડિયો સામે આવ્યો છે. આ વૃદ્ધ એક નાના બાળકને કાર પર બેસાડી નીચે ઊભેલી એક નાની બાળકી સાથે અડપલા કરી રહ્યો હતો. આ નાની બાળકીના અડપલાનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં ભારે વાયરલ થઈ રહ્યો છે. ત્યારે સમગ્ર મામલે માલવિયા પોલીસ દ્વારા તપાસ શરૂ કરી દીધી છે. આ માલવિયા પોલીસ દ્વારા નરાધમ વૃદ્ધને પકડી પૂછપરછ શરૂ કરવામાં આવી છે.

વીડિયો વાયરલ થતા પોલીસે કાર્યવાહી શરૂ કરી

હદ તો ત્યારે થઈ ગઈ કે વિકૃત માનસિકતા ધરાવતો આ વૃદ્ધ સતત દોઢથી બે મિનિટ સુધી અડપલાં કરતો રહ્યો હતો. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ વૃધ્ધ પોતાના પૌત્રને લઈને આંટો મારવા માટે નીકળ્યા હતા. આ દરમિયાન તેમણે નાની બાળકી સાથે આ અડપલા કર્યાં હતાં. આ વીડિયો વાઈરલ થતા નાની બાળકીના માતા-પિતાઓ પણ પોતાના સંતાનોની સુરક્ષાને લઈ ચિંતિત બન્યા છે. લોકો વૃદ્ધ પર ફિટકાર વરસાવી રહ્યા છે. આ સાથે લોકો આ વૃદ્ધ સામે કડકમાં કડક કાર્યવાહી કરવા માટે અપીલ કરી રહ્યાં છે. વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા લોકો રોષે ભરાયા છે.

Vimal Prajapati

વિમલ પ્રજાપતિએ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિષય સાથે અનુસ્નાતક થયેલા છે. તેઓ ડિજિટલ મીડિયાનો 4 વર્ષનો અનુભવ છે અને અત્યારે મુંબઈ સમાચારમાં કન્ટેન્ટ રાઈટર તરીકે કામ કરી રહ્યાં છે.

સંબંધિત લેખો

Back to top button