રાજકોટ

રાજકોટમાં એર ઈન્ડિયાની ફ્લાઈટને લેન્ડિંગમાં મુશ્કેલી પડતા મુસાફરોના જીવ તાળવે ચોંટ્યા

રાજકોટઃ અમદાવાદમાં એર ઈન્ડિયાનું વિમાન ક્રેશ (Air India plane crash) થયું તેમાં અનેક લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. અત્યારે એર ઈન્ડિયા (Air India) ના વિમાનમાં ખામી સર્જાઈ હોવાની અનેક અહેવાલ પ્રકાશમાં આવી રહ્યાં છે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે રાજકોટ (Rajkot)માં ગત સાંજના સમયે દિલ્હીથી આવેલી એર ઈન્ડિયાની ફ્લાઈટને લેન્ડિંગ થવામાં મુશ્કેલી પડી હતી, જેના કારણે વિમાનમાં બેઠેલા મુસાફરોના જીવ તાળવે ચોંટી ગયાં હતા. એર ઈન્જડિયા ફ્લાઈટે હવામાં બે ચક્કર લગાવ્યા બાદ તેનું લેન્ડિંગ થયું હતું. વિમાન સુરક્ષિત રીતે લેન્ડ થયું ત્યારે મુસાફરોએ રાહતનો શ્વાસ લીધો હતો.

દિલ્હીની ફ્લાઈટને લેન્ડિંગ થવામાં મુશ્કેલી પડી!

એર ઇન્ડિયાનું પ્લેન ક્રેશ થયાની ઘટના બાદ ગઈ કાલે સાંજે રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ (Rajkot International Airport) ઉપર એર ઇન્ડિયાની દિલ્હીની ફ્લાઈટને લેન્ડિંગ થવામાં મુશ્કેલી પડી હતી. દિલ્હીથી આવતી ફ્લાઈટમાં અચાનક કઈ ખામી સર્જાોઈ હતી જેથી લેન્ડ થયા પહેલા હવામાં બે ચક્કર લગાવવા પડ્યા હતા. આ દરમિયાન મુસાફરો ગભરાઈ ગયાં હતા. સ્વાભાવિક છે કે, અમદાવાદમાં બનેલી દુર્ઘટના બાદ લોકોમાં ડરનો માહોલ તો હતો જ અને તેમાં આવી સ્થિતિ સર્જાય તો મુસાફરો ગરભાઈ જવાના છે.

દિલ્હીથી આ ફ્લાઈટ 5:50ને બદલે 6:29 લાગ્યે ટેક ઓફ થઈ

જો કે, આ બાબતે એર ઇન્ડિયાના સત્તાવાર રીતે જણાવ્યું કે, અલાઇનમેન્ટ સેટ કરવાની નોર્મલ પ્રોસેસ હતી અને મુસાફરોને કોઈપણ પ્રકારની તકલીફ પડી નથી. સૂત્રોએ આપેલી વિગતો પ્રમાણે AI 2537 નંબરની ફ્લાઈટ રાજકોટ આવવા માટે દિલ્હીથી ગઈ કાલે સાંજે 5:50 લાગ્યાને બદલે 6:.29 કલાકે ટેક ઓફ થઈ હતી. આ વિમાનમાં કુલ 100 મુસાફરો બેઠા હતાં. રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ ઉપર લેન્ડિંગ કરતી વખતે પાયલોટને અલાઈનમેન્ટ સેટ કરવામાં સમય લાગ્યો હતો જેથી ઉપર હવામાં ટક્કર લગાવવાની ફરજ પડી હતી. જો કે, બાદમાં સુરક્ષિત રીતે લેન્ડિંગ કરવામાં આવ્યું હતું.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Vimal Prajapati

વિમલ પ્રજાપતિએ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિષય સાથે અનુસ્નાતક થયેલા છે. તેઓ ડિજિટલ મીડિયાનો 4 વર્ષનો અનુભવ છે અને અત્યારે મુંબઈ સમાચારમાં કન્ટેન્ટ રાઈટર તરીકે કામ કરી રહ્યાં છે.
Back to top button