Rajkot TRP ગેમઝોન કાંડ- બંછાનિધિ પાની માટે એક-બે લોબીની પાછીપાની?
ગુજરાતીમાં કહેવતા છે, ‘ચોર ને કહે કે, ચોરી કરજે અને માલિકને કહે કે જાગતો રહેજે’ આવી પરિસ્થિતિનું નિર્માણ રાજકોટના TRP મોલ અગ્નિકાંડમાં થયું હોવાનું બૂ આવી રહી છે. બે -બે SIT રચાઇ ગઈ અને તપાસનો અહેવાલ પણ રજૂ થયો સરકારમાં. આમ છ્તા હાઈકોર્ટે કરેલું અવલોકન યથાર્થ સાબિત થતું હોય તેમ એક પણ મગરમચ્છનું નામ આ અગ્નિકાંડમાં સામે આવ્યું નથી.
ઊલટાનું રાજકોટમાં મ્યુનિસિપલ કમિશનર રહી ચૂકેલા બંછાનિધિ પાની જ એક સત્ય શોધક સમિતિના વડા પણ છે. કહેવાય છે કે તેમના કાર્યકાળમાં જ કેટલીક જમીન સાથે જોડાયેલી કેટલીક અનુમતિઓ આપવામાં આવી હતી.
TRP ગેમઝોન કાંડમાં અત્યાર સુધી મહોરા તરીકે મનસુખ સાગઠિયાને જ ભૂંડો ચિતરવામાં આવ્યો છે. પણ આ મહોરા પાછળના અસલી ચહેરાઓ હજુ પણ ઓઝ્લમાં છે. કહેવાય છે કે ભાજપના કેટલાક નેતા સાગઠિયાને મળવા જેલમાં પહોચ્યા હતા. શું સાગઠિયા જ વહીવટદાર તરીકે ‘સિંગલ વિન્ડો’ સિસ્ટમથી કામ કરતો હતો ? સાગઠિયાએ પોતાના પદ-પાવરથી કોને કેટલો ફાયદો કરાવ્યો.
આ પણ વાંચો: Rajkot TRP gamezone fire: રાજકોટ અગ્નિકાંડના વધુ એક આરોપીની ધરપકડ
કેટલાને કરાવ્યો,કેટલા રાજકીય નેતાઓ કે બિલ્ડરો સાથે સાંઠગાંઠ રચી હશે તેનો અંદાજ તો પોતે એકત્રિત કરેલી બેનામી સંપતિ પરથી આવી જાય છે. પણ એ નામ પણ સામે આવવા જરૂરી છે જેમના મારગરશન, ભલામણ કે સીધા ઓર્ડરથી સાગઠિયા કલમના એક જ લસરકે આખે આખા,કાયદે-ગેરકાયદે પ્લાન પાસ કરતો-કરાવતો હતો. જો કે, એક પણ નામ હજુ સુધી સામે આવ્યું નથી.
શું સાગઠિયા મો ખોળે તો રાજકોટના રાજકારણમાં ભૂતકાલમાં ક્યારેય ના સર્જાયો હોય તેવો રાજકીય ભૂકંપ આવી શકવાનું અનુમાન લગારે’ય ખોટું નથી. અમાની કેટ-કેટલીય વિગતો સરકાર ઉપરાંત અન્ય વિભાગે રચેલી ચાર સીટમાં રહેલા એકપણ IAS કે IPSઅધિકારી બહાર લાવી નથી શક્યા,શું આ વિગતો SIT શોધવા માટે સક્ષમ નથી ? કે ઈચ્છાશક્તિનો અભાવ છે ? અહીં સત્ય શોધવા બંછાનિધિ માટે ‘પાનીપત’ જેવો કોઈ જ ઉત્સાહ,ધગશ કે આયોજન નથી.
જે મોત થયા છે તેમાં સરકારના કોઈ અધિકારીના સગા કે વહાલા નથી. એટલે તપાસ કરવામાં જે સમાયવધિ મળી તેનો ઉપયોગ વાતને વિસારે પાડવા,પુરાવાનો નાશ કરવા અને કથિત મગરમચ્છોને બચાવવામાં કરાયો હોવાની પ્રતીતિ હવે પીડિતો અને અન્ય નાગરિકોને થઈ રહી છે.