બજેટ કેવું છે?સમજાવવા સાંસદ સભ્ય રાજીવ પ્રતાપ રૂડી રાજકોટમાં.
રાજકોટ કેન્દ્રીય બજેટ 2024ના બજેટને લઈ ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી અને બિહારથી ચૂંટાયેલા રાજીવ પ્રતાપ રૂડી રાજકોટ ખાતે પત્રકારોને મળ્યા હતા.
પૂર્વ કેન્દ્રીય મંત્રી અને સંસદ સભ્ય રાજીવ પ્રતાપ રૂડીની પ્રેસ કોન્ફરન્સમાં 2024 ના બજેટ ને લઈ અને લોકો સુધી સરકારની ભાવના અને યોજનાઓ પહોંચાડવાનો પ્રયત્ન કર્યો હતો.
રુડીજીના મતે બજેટ ફુલ ગુલાબી અને યુવાનો મહિલાઓ ખેડૂતો માટે કેન્દ્ર સરકાર ખૂબ ચિંતિત છે તેવું પ્રતિત કરાવવાનો પ્રયત્ન કર્યો હતો.
જે બજેટ સામાન્ય લોકોને ગળે ન ઉતરે તે ઉતારવા માટે દેશભરમાં ભાજપના નેતાઓ દરેક શહેરમાં જઈ અને મીડિયાના માધ્યમથી લોકો સુધી બજેટ સરળ રીતે સમજાય તેવા પ્રયત્નો કરી રહ્યા છે. રાજીવ જી માત્ર મન કી બાત કહેવા આવ્યા હતા પત્રકારોના અમુક પ્રશ્નોના જવાબ આપવાના ટાળ્યા હતા.
આ પણ વાંચો: PM Modi એ આ રીતે સમજાવ્યો મનમોહન સિંહ અને તેમની સરકારના બજેટ વચ્ચેનો તફાવત
બજેટમાં લોક ઉપયોગી કાર્યો માટે કેટલું બજેટ ફાળવાયું છે તેની જાણકારી આપી હતી પરંતુ તેમાંથી ક્વોલિટી વર્ક કેટલું થાય છે તે પ્રશ્ન પૂછતા જવાબ આપવાનું ટાળ્યું હતું.
વીમા પોલીસીમાં GST દૂર કરવાને લઈ નીતિન ગડકરીના નિવેદનનો મામલો
રાજીવ પ્રતાપ રૂડીએ નિવેદન આપવાનું ટાળ્યું
કેન્દ્રીય બજેટની પ્રેસ કોન્ફરન્સ કરવા આવેલા રાજીવ પ્રતાપ રૂડીએ વીમા પોલીસમાંથી GST દૂર કરવા બાબતે પ્રતિક્રિયા આપવાનું ટાળ્યું
સમગ્ર બજેટને સમજવા માટે આઠ કલાક પણ ઓછા પડે તેને સંક્ષિપ્તમાં અડધી કલાકમાં મુખ્ય મુદ્દાઓ જણાવી પોતાની ઔપચારિકતા પૂર્ણ કરી હતી.
આ પણ વાંચો: બજેટની સાથે આર્થિક સર્વેક્ષણનાં સંકેત પણ સમજો
રાજીવ પ્રતાપ રૂડી ના કહેવા પ્રમાણે આગામી બજેટ દેશના યુવાનો મહિલાઓ ખેડૂતો મધ્યમ વર્ગ અને ગરીબ વર્ગ માટે ઉત્તમ પ્રકારનું બજેટ છે અને ઘણી યોજનાઓ આવી રહી છે.
રાજકોટના ઇન્ટરનેશનલ એરપોર્ટના ગૂંચવાયેલા પ્રશ્ન વિશે પૂછતા તેઓએ જણાવ્યું હતું કે જો માલની ડિમાન્ડ ન હોય તો કોઈ ખર્ચ કે રોકાણ શું કામ કરે. તેમના કહેવા પ્રમાણે યોગ્ય ટ્રાફિક ન મળતો હોય તો અહીંથી ઇન્ટરનેશનલ ફ્લાઇટ ન શક્ય બને હકીકતમાં વિદેશ પ્રવાસ કરતા ગુજરાતીઓની સંખ્યા બહુ મોટી છે. સ્થાનિક કક્ષાના પ્રશ્નોમાં તેઓ કશું જાણતા ન હોય તેવું તેમણે જણાવ્યું હતું.
નેશનલ હાઇવે પુલ વિગેરે ઇન્ફ્રાસ્ટ્રક્ચરના કામો નબળા થાય છે તેવી ટિપ્પણી કરતા તેમણે આક્ષેપ નકાર્યો હતો જ્યારે હકીકત સર્વવિદિત છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વિકસિત ભારતના સ્વપ્નને નીચેના સ્તર સુધી યોગ્ય રીતે પહોંચાડવું હોય તો નરેન્દ્ર મોદીજી ની જેમ જ પ્રમાણિકતાથી કાર્ય કરવું પડશે.
સમગ્ર પ્રેસ કોન્ફરન્સમાં રાજકોટ શહેર ભાજપ પ્રમુખ મુકેશ દોશી ધારાસભ્ય ઉદય કાનગડ,દર્શિતા શાહ તથા શહેર ભાજપના મંત્રીઓ, ગુજરાત ભાજપના પ્રવક્તા મીડિયા સેલના હેડ યોગેશ દવે,મીડિયા સેલ સૌરાષ્ટ્રના રાજુભાઈ ધ્રુવ વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.