રાજકોટ

રાજકોટમાં ભારે વરસાદઃ ફાયર વિભાગના ૨૪૦થી વધુ કર્મચારી ખડેપગે

રાજકોટઃ રાજકોટ જિલ્લામાં ભારે વરસાદની સ્થિતિને લઈને જિલ્લાની ડિઝાસ્ટર ટીમ દ્વારા કંટ્રોલ રૂમ ૨૪x૭ કલાક કાર્યરત છે. વહિવટી તંત્ર દ્વારા કોઈપણ પ્રકારની જાનહાનિ થાય નહીં તેના માટે દરેક પ્રકારની આગોતરી કામગીરી હાથ ધરવામાં આવી છે.

ત્યારે ગઈકાલ રોજથી રાજકોટ ફાયર વિભાગના ૨૪૦થી વધુ કર્મચારીઓ ખડેપગે કામગીરી કરી રહ્યા છે તેમ જ ઈમરજન્સી નંબર ૧૦૧ ઉપરથી નાગરિકોની આવતી ફરિયાદોનો ત્વરિત રિસ્પોન્સ આપવામાં આવી રહ્યો છે.

આ પણ વાંચો: કચ્છમાં પણ જળાષ્ટમીઃ નખત્રાણા, રાપરમાં ભારે વરસાદ

અત્યાર સુધીમાં ૧૦૧ ઈમરજન્સી નંબર ઉપર વૃક્ષ ધરાશાયી થયાના, રસ્તો બ્લોક થયાના અને પાણી ભરાયાની સમસ્યાના ૩૦થી વધુ ફોન કોલ આવ્યા હતા, જે અન્વયે ફાયર ટીમ દ્વારા વિવિધ વિસ્તારોમાં ૩૨થી વધુ જગ્યાઓ ઉપર ધરાશાયી થયેલ વૃક્ષોને સત્વરે હટાવીને વાહન વ્યવહાર પૂર્વરત કરવામાં આવ્યો હતો તેમ ફાયર વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું હતું.

આ ઉપરાંત એન. ડી. આર. એફ.ની ૨૫ જવાનની ટીમને પણ સ્ટેન્ડબાય ઉપર રાખવામાં આવી છે. આમ, ભારે વરસાદની સ્થિતિ સામે પહોંચી વળવા જિલ્લા વહિવટી તંત્ર સુસજ્જ છે

Show More

Related Articles

Back to top button
વીક-એન્ડ પર આવી રહી છે એક્શન અને ક્રાઈમ થ્રિલર સીરિઝ, જોઈ લેજો નહીંતર… અનુલોમ વિલોમના ફાયદા એક નહીં અનેક છે સોમવારે કરો આ વસ્તુઓનું દાન, તમને મળશે ભગવાન શિવજીના આશિર્વાદ જન્માષ્ટમી પર બનશે મહાસંયોગ, આ રાશિના જાતકોની ચાંદી જ ચાંદી…