
રાજકોટઃ પરબધામ જેને સૌરાષ્ટ્રનું સુપ્રસિદ્ધ તીર્થધામ માનવામાં આવ છે, આ પરબધામના મુખ્ય મહંત સંત કરસનદાસ બાપુને હાર્ટ એટેક આવ્યો હોવાથી હોસ્પિટલમાં દાખલ કરાવમાં આવ્યાં હતાં. મળતી જાણકારી માટે સંત કરસનદાસ બાપુને તાત્કાલિક સારવાર માટે રાજકોટની સીનર્જી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે. હાર્ટ એટેક આવ્યો હોવાથી તેમની હાલત વધારે ગંભીર બની ગઈ હતી. જેથી હોસ્ટિલના ડૉક્ટરો દ્વારા સારવાર કરવામાં આવી રહી છે.
બાપુને કમ્પલીટ હાર્ટ બ્લોક હોવાનું નિદાન કરવામાં આવ્યું
મહંત સંત કરસનદાસ બાપુની સારવાર કરી રહેલા હોસ્પિટલના ડોક્ટર જયેશ ડોબરીયાએ બાપુની તબિયત અંગે વિગતો આપી હતી. ડૉક્ટરે કહ્યું કે, કરસનદાસ બાપુને કમ્પલીટ હાર્ટ બ્લોક હોવાનું નિદાન કરવામાં આવ્યું છે. હાર્ટ એટેક આવ્યો હોવાથી બાપુના પલ્સ પણ ઘટી ગયા હતા. અત્યારે હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી છે. બાપુની તબિયત અચાનક લથડી હોવાથી ભક્તો ભારે ચિંતિત થઈ ગયાં છે. ડૉક્ટરો કરસનદાસ બાપુની તબિયતમાં સુધારવા માટે પ્રયત્ન કરી રહ્યા છે.
ભક્તોને અત્યારે હોસ્પિટલ ના આવવા માટે સૂચના
રાજકોટની સીનર્જી હોસ્પિટલમાં બાપુના સમાચાર લેવા માટે મોટી સંખ્યામાં ભક્તો પહોંચી ગયાં હતા જેથી ડૉક્ટરોએ ભક્તોને કહ્યું ચે કે, અત્યારે કોઈએ હોસ્પિટલ આવવું નહીં, બાપુની સારવારમાં કોઈ પણ પ્રકારની કચાસ રાખવામાં નહીં આવે. નોંધનીય છે કે, કરસનદાસ બાપુ પરબધામ આશ્રમના મુખ્ય મહંત તરીકે છેલ્લા ઘણા વર્ષોથી સેવા આપી રહ્યા છે. અને હજારોની સંખ્યામાં ભક્તો પરબધામમાં તેમના પ્રવચનો સાંભળવા માટે આવતા હોય છે. અત્યારે બાપુની નાજુક તબિયતના કારણે ભક્તોમાં ભારે ચિંતા વ્યાપી છે.
આ પણ વાંચો:રાજકોટના ગોંડલમાં હનીટ્રેપ કેસમાં કાર્યવાહી, પદ્મિનીબા વાળા સહિત ચારની ધરપકડ