આટકોટમાં 6 વર્ષીય બાળકી પર દુષ્કર્મનો પ્રયાસ, નરાધમે ગુપ્તાંગમાં સળિયો ઘુસાડ્યો

રાજકોટઃ જસદણના આટકોટમાં બનેલી દુષ્કર્મની ઘટનાએ પંથકમાં ચકચાર મચાવી દીધી છે. એક શ્રમિક પરિવારની છ વર્ષની બાળકી પર અજાણ્યા શખ્સે દુષ્કર્મનો પ્રસાય કર્યો હતો. જો કે, પ્રયાસ નિષ્ફળ ગયો તો હેવાનિયતની હદ વટાવતા નરાધમે બાળકીના ગુપ્તાંગમાં ધારદાર હથિયાર ઘુસાડી દીધો હતો. જેના કારણે બાળકીને ગંભીર ઇજા પહોંચી છે. આ 6 વર્ષની બાળકીની ગંભીર હાલતને જોતાં તેને પરિવારે તાત્કાલિક રાજકોટની જનાના હોસ્પિટલ ખસેડવામાં આવી છે. નરાધમીને કડકમાં કડક સજા કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે. આરોપીને સજા આપવામાં આવે તે માટે સોશિયલ મીડિયામાં લોકો પોસ્ટ કરીને કાર્યવાહીની માંગ કરી રહ્યાં છે.
આરોપીને પકડવા 100 જેટલા શકમંદોની પૂછપરછ કરાઈ
મળતી વિગતો પ્રમાણે, આટકોટના એક ગામ નજીક વાડીમાં દાહોદ પંથકનો એક શ્રમિક પરિવાર ખેતમજૂરી કરે છે. આ પરિવાર ગત 4 તારીખે વાડીમાં કામ કરી રહ્યો હતો ત્યારે તેમની છ વર્ષ અને આઠ માસની બાળકી ત્યાં રમી રહી હતી. આ દરમિયાન એક અજાણ્યા શખ્સે બાળકીને ઉપાડી જઈ તેના પર અત્યાચાર ગુજાર્યો હતો તેવું આટકોટ પોલીસે જણાવ્યું છે. બાળકીની હાલત વિશે વાત કરતા તબીબએ જણાવ્યું છે કે, બાળકીની સ્થિતિ અત્યારે સારી છે. આ કેસમાં કાર્યવાહી કરતા પોલીસે ગુનો નોંધીને 100 જેટલા શકમંદોની પૂછપરછ કરી હતી.
આ પણ વાંચો : સ્કૂલમાં છોડવાને બહાને નિર્જન સ્થળે લઈ જઈ સગીરા સાથે દુષ્કર્મ…
બાળકીનું મોઢું દબાવીને દુષ્કર્મ કરવાનો પ્રયત્ન કર્યો
પોલીસે કરેલી પૂછપરછમાં 10 જેટલા લોકોમાંથી મુખ્ય આરોપીની ઓળખ કરીને તેની ધરપકડ કરી લેવામાં આવી છે. પોલીસે આપેલી વિગતો પ્રમાણે આરોપીએ પહેલા બાળકીનું મોઢું દબાવીને તેની સાથે દુષ્કર્મ કરવાનો પ્રયત્ન કર્યો હતો. જો કે, બાળકીએ બૂમો પાડી એટલે નરાધમીએ તેના ગુપ્તાંગમાં સળિયા જેવું ધારદાર હથિયાર ધુસાડી દીધું હતું. આ ક્રૂરતા આચર્યા બાદ આરોપી ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો. અત્યારે બાળકીની સ્થિતિ ખૂબ જ ખરાબ હોવાનું જાણવા મળ્યું છે.
આ પણ વાંચો : સૌરાષ્ટ્રના આ શહેરમાં શિક્ષક-શિક્ષિકાએ કર્યું ગંદુ કામઃ યુવતી પર દુષ્કર્મ આચર્યું, બ્લેકમેઇલ કરી લાખો પડાવ્યા
પોલીસે 30 વર્ષીય રામસીંગની ધરપકડ કરી
આ ગંભીર ગુનામાં કાર્યવાહી કરતા પોલીસે 30 વર્ષીય રામસીંગ તેરસીંગની ધરપકડ કરી લીધી છે. પોલીસે 100 જેટલા શકમંદોની પૂછપરછ કરી તેમાંથી 10 જેટલા આરોપીઓને ચાઈલ્ડ એક્સપર્ટને સાથે રાખીને બાળકી સામે લઈ જવામાં આવ્યાં હતાં. આ દરમિયાન ચાઈલ્ડ એક્સપર્ટની મદદથી આરોપી રામસીંગની ધરપકડ કરવામાં આવી છે. રામસીંગને એક દીકરી અને બે દીકરા પણ છે તે મૂળ મધ્ય પ્રદેશના અલીરાજપુરનો રહેવાસી છે, અને અહીં આટકોટમાં મજૂરી કામ કરવા માટે આવેલો હતો. હવે પોલીસે આગળની કાર્યવાહી શરૂ કરી દીધી છે. આવા કૃત્યો કરનાર નરાધમોને તાત્કાલિક સજા થવી જ જોઈએ તેવી માંગણીઓ કરવામાં આવી રહી છે.



