રાજકોટ

રાજકોટના આટકોટમાં બાળકી પર દુષ્કર્મ ગુજારનારો નરાધમ દોષિતઃ 34 દિવસમાં કોર્ટે આપ્યો ચુકાદો

રાજકોટ: રાજકોટના આટકોટમાં એક સાત વર્ષની બાળકી પર દુષ્કર્મની ઘટના બની હતી. આ કેસમાં કોર્ટે 34 દિવસમાં ચુકાદો આપી દીધો છે. આજથી 33 દિવસ પહેલા 3 સંતાનના પિતાએ એક બાળકીનું અપહરણ કર્યું અને તેના પર દુષ્કર્મ આચર્યું હતું. આરોપીએ દુષ્કર્મ આચર્યા બાદ માસૂમ બાળકીના પ્રાઈવેટ પાર્ટમાં લોખંડને સળિયો નાખીને ક્રૂરતા પણ આચરી હતી. દુષકર્મ બાદ બાળકીને હોસ્પિટલમાં ખસેડવામાં આવી અને તેને બચાવી લેવામાં આવી હતી. આ કેસમાં આજે ચુકાદો આવ્યો છે. જેમાં કોર્ટે આરોપીને દોષિત જાહેર કરી દીધો છે. આગામી 15 જાન્યુઆરીએ આ કેસમાં સજાનું એલાન કરવામાં આવશે.

11 દિવસમાં ચાર્જશીટ ફાઈલ કરી હતી

આ કેસમાં પોલીસે આરોપીને ગણતરીના કલાકમાં ઝડપી પાડ્યો અને 11 દિવસમાં ચાર્જશીટ પણ ફાઈલ કરી દીધી હતી. તારીખ 08/12/2025ના રોજ 30 વર્ષીય આરોપી રામસીંગ તેરસીંગની ધરપકડ કરી લીધી હતી. આ કેસમાં પોલીસે 100 જેટલા શકમંદોની પૂછપરછ કરી હતી. જેમાં આરોપી રામસીંગની ધરપકડ કરવામાં આવી હતી. રામસીંગને એક દીકરી અને બે દીકરા પણ છે તે મૂળ મધ્ય પ્રદેશના અલીરાજપુરનો રહેવાસી છે, અને અહીં આટકોટમાં મજૂરી કામ કરવા માટે આવેલો હતો.

એફએસએલના પરીક્ષણમાં આરોપી દોષી

પોલીસ કાર્યવાહીની વાત કરવામાં આવે તો, પોલીસે જ્યારે પૂછપરછ કરી ત્યારે આરોપીએ કાનપર ગામના એક ઝાડની નીચેથી લોખંડનો સળીયો કાઢી આપ્યો જે રકતથી ખરડાયેલો હતો. ત્યાર બાદ એફએસએલ દ્વારા તેનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું. ઘટનાસ્થળ પરથી આરોપીની માથાના વાળ પણ મળી આવ્યાં હતાં. જ્યારે એફએસએલ દ્વારા તમામ મુદ્દામાલનું પરિક્ષણ કરવામાં આવ્યું ત્યારે તે વાળ આરોપીના હોવાનું પ્રકાશમાં આવ્યું હતું. આ સાથે અન્ય પુરાવાએ પણ આરોપીને દોષિત સાબિત કરે તેવી હતી.

શું હતો આ સમગ્ર કેસ?

આટકોટના એક ગામ નજીક વાડીમાં દાહોદ પંથકનો એક શ્રમિક પરિવાર ખેતમજૂરી કરે છે. આ પરિવાર ગત 4 તારીખે વાડીમાં કામ કરી રહ્યો હતો ત્યારે તેમની છ વર્ષ અને આઠ માસની બાળકી ત્યાં રમી રહી હતી. આ દરમિયાન એક અજાણ્યા શખસે બાળકીને ઉપાડી જઈ તેના પર અત્યાચાર ગુજાર્યો હતો, તેવું આટકોટ પોલીસે જણાવ્યું હતું. પોલીસે 100 જેટલા શંકાસ્પદ પૂછપરછ કરી હતી, તેમાંથી 10 જેટલા આરોપીને ચાઈલ્ડ એક્સપર્ટને સાથે રાખીને બાળકી સામે લઈ જવામાં આવ્યાં હતાં. આ દરમિયાન ચાઈલ્ડ એક્સપર્ટની મદદથી આરોપી રામસીંગની ધરપકડ કરવામાં આવી હતી.

આપણ વાંચો:  ઉત્તરાયણમાં પવનની ગતિ કેવી રહેશે? જાણો અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી

Vimal Prajapati

વિમલ પ્રજાપતિએ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિષય સાથે અનુસ્નાતક થયેલા છે. તેઓ ડિજિટલ મીડિયાનો 4 વર્ષનો અનુભવ છે અને અત્યારે મુંબઈ સમાચારમાં કન્ટેન્ટ રાઈટર તરીકે કામ કરી રહ્યાં છે.

સંબંધિત લેખો

Back to top button