રાજકોટ

લકઝરીયસ કારમાં સફર, ફાઈવ સ્ટાર ભોજન: જૈન વિઝને રાજકોટના ગરીબ બાળકોના ચહેરા પર સ્મિત રેલાવ્યું

રાજકોટ: શહેરમાં સેવા કર્યોમાં વર્ષોથી સતત કાર્યરત રહેતી સામાજિક સંસ્થા જૈન વિઝને વધુ એક પ્રશંસનીય કાર્ય કર્યું છે. સંસ્થાએ 51 ગરીબ-વંચિત બાળકોને લકઝરીયસ કારમાં મુસાફરી કરાવી હતી અને ફાઈવ સ્ટાર હોટેલમાં સ્વાદિષ્ટ ભોજન કરાવ્યું હતું. આ રીતે સંસ્થાએ બાળકોને ચહેરા પર સ્મિત રેલાવ્યું હતું.

સામાન્ય રીતે સુખી સંપન્ન પરિવારના બાળકો મોંઘી કારમાં બેસવાનો અને ફાઈવ સ્ટાર હોટેલમાં ભોજન લેવાનો આનંદ માણી શકતા હોય છે. પરંતુ સામાન્ય સગવડોથી પણ વંચિત એવા બાળકોને ક્યારેક બે ટકનું ભોજન મળવું પણ મુશ્કેલ હોય છે. રાજકોટની સામાજિક સંસ્થા જૈન વિઝને આવા બાળકોને મોંઘી કારમાં સફર કરાવી હતી અને ફાઈવ સ્ટાર હોટલમાં ભોજન પણ કરાવ્યું હતું. જૈન વિઝનનાં આ કાર્યને શહેરના લોકો વખાણી રહ્યા છે.

આપણ વાંચો: સોસાયટીના બાળકોએ ફોડેલા ફટાકડાનો કચરો ભેગો કરવા ગયેલા ગરીબ બાળકો દાઝ્યા

જૈન વિઝનના સંયોજક મિલન કોઠારી અને મિત્રોએ પૂજિત રૂપાણી ટ્રસ્ટ સાથે સંકળાયેલા 51 ગરીબ બાળકોને મોંઘી કારમાં સફર કરાવવાનું અને તેમને ફાઈવ સ્ટાર હોટલમાં ભોજન કરાવવાનું ઉમદા કાર્ય કર્યું હતું. દાતાઓના સહયોગથી આ કાર્ય પૂરું પાડવામાં આવ્યું હતું.

રવિવારે બધા બાળકોને શાસ્ત્રી મેદાનમાંથી મોટી મોટી લકઝરીયસ કારમાં બેસાડવામાં આવ્યા હતા, ત્યાર બાદ બાળકોને શહેરના મુખ્ય મુખ્ય માર્ગો પર ફેરવવામાં આવ્યા હતા. આ પછી યાજ્ઞિક રોડ ઉપર આવેલી ઈમ્પીરીયલ હોટલમાં ભોજન કરાવવામાં આવ્યું હતું.

આ કાર યાત્રા દરમિયાન દરેક બાળકના હાથમાં ત્રિરંગો આપમાં આવ્યો હતો, આ રીતે ઓપરેશન સિંદુરને યાદ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત રાજકોટના અગ્નિકાંડને એક વર્ષ થયું હોવાથી બાળકોએ મૃતકોને શ્રદ્ધાંજલિ પણ આપી હતી.

આપણ વાંચો: ગુજરત સરકારે ગરીબ બાળકો માટેની વિશેષ શાળાઓની સંખ્યા 85 થી ઘટાડીને 25 કરી

આ પ્રસંગે દીપાબેન જયેશભાઈ શાહે બાળકોને નવકાર મંત્રના જાપ કરાવ્યા હતા. આ કાર્યક્રમ મા સોનમ ક્વાટ્સના જયેશભાઇ શાહ, ભાજપ અગ્રણી અનિલભાઈ મકવાણા, પદ્માવતીબેન અજીતભાઈ જૈન, જૈન અગ્રણી મહેશભાઈ મહેતા, દિપકભાઈ કોઠારી, જૈન વિઝન મહિલા વિંગના અમિષાબેન દેસાઈ, કાજલ દેશાઇ, ધ્વનિ શાહ સહિતના આગેવાનોએ ખાસ ઉપસ્થિત રહીને બાળકોનો ઉત્સાહ વધાર્યો હતો.

જૈન વિઝનને જૈન અગ્રણી જિનેશભાઈ ગાંધીનો સંપૂર્ણ સહયોગ હતો, ક્રિષ્ના ડેરીના અર્જુનભાઈ બાળકોને જાંબુ કેન્ડી ખવડાવી હતી. આ કાર્યક્રમની સફળતા માટે અજીત જૈન, અખિલ શાહ, જય મહેતા, મોનિલ શાહ, કેતન સંઘવી, અંકિત શાહ,નીલ મહેતા હિતેષ દેસાઈ, ધવલ મહેતા, ભાવેશ લાખાણી , રાહુલ દેસાઈ, પ્રશાંત, ચોક્સી, હેતલ કોઠારી, ભગીરથ નકુમ, ગૌતમ વઘાસીયા, નારણ બગથરિયા, તેમજ પૂજીત રૂપાણી ટ્રસ્ટના અમિનેષભાઈ રૂપાણી માગદર્શન પૂરું પાડ્યું હતું અને ટ્રસ્ટના ભાવિનભાઈ સહિત તમામ સ્ટાફ સભ્યોએ જહેમત ઉઠાવી હતી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button