રાજકોટ

રાજકોટમાં ક્લાસ-2 અધિકારી 5 હજારની લાંચ લેતા ઝડપાયા, એસીબીએ ગોઠવ્યું હતું છટકું…

રાજકોટઃ ગુજરાતમાં એસીબી દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. એસીબીએ ફરી એક સરકારી બાબુની લાંચ લેતા રંગે હાથે ધરપકડ કરી હોવાનું પ્રકાશમાં આવ્યું છે. રાજકોટ ખાતે ફરજ બજાવતા ધર્મેન્દ્ર સરયુપ્રસાદ યાદવ, ક્લાસ-2 સેન્ટ્રલ જીએસટીને રૂપિયા 5000ની લાંચ લેતા રંગે હાથે ધરપકડ કરવામાં આવી છે.એસીબીએ આ ક્લાસ-2 અધિકારીની ધરપકડ કરીને આગળની કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે.

કામ પૂર્ણ કરવા માટે ક્લાસ-2 અધિકારીએ રૂપિયા માંગ્યાં

વધારે વિગતે વાત કરવામાં આવે તો, રેસકોર્સ ગ્રાઉન્ડ નજીક સેન્ટ્રલ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સના ક્લાસ-2 અધિકારી ધર્મેન્દ્ર સરયુપ્રસાદ યાદવને રૂપિયા 5 હજાર રૂપિયાની લાંચ લેતા એસીબીએ રંગે હાથે ઝડપાઈ ગયાં છે. વાર્ષિક લાખો રૂપિયાનો પગાર હોવા છતાં પણ આવા લાંચિયા આધિકારીઓ સામાન્ય લોકો પાસેથી રૂપિયા લેતા હોય છે. આ કાર્યવાહી અંગે ગુજરાત એસીબી દ્વારા એક્સ પર પોસ્ટ કરીને વિગતો શેર કરી છે.

એસીબીએ છટકું ગોઠવીને ક્લાસ-2 અધિકારીને રંગે હાથે ઝડપ્યાં

હકીકત એવી છે કે, ફરિયાદી અને તેના ભાગીદાર દ્વારા આયાત- નિકાસ પેઢી ખોલવામાં આવી હતી. આ સંબંધિત અંતિમ ચકાસણી અહેવાલ પાસ કરવા માટે ક્લાસ-2 અધિકારી ધર્મેન્દ્ર સરયુપ્રસાદ યાદવે ફરિયાદી પાસે રૂપિયા માંગ્યાં હતાં. ફરિયાદી લાંચ આપવા ના માંગતો હોવાથી તેણે એસીબીનો સંપર્ક કરીને ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદને આધારે એસીબીએ કાર્યવાહી કરતા છટકું ગોઠવ્યું હતું. એસીબીના છટકામાં ક્લાસ-2 અધિકારી લાંચ લેતા રંગે હાથે ઝડપાઈ ગયાં હતાં. હવે એસીબી દ્વારા સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધીને આગળની કાર્યવાહી શરૂ કરી દીધી છે.

Vimal Prajapati

વિમલ પ્રજાપતિએ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિષય સાથે અનુસ્નાતક થયેલા છે. તેઓ ડિજિટલ મીડિયાનો 4 વર્ષનો અનુભવ છે અને અત્યારે મુંબઈ સમાચારમાં કન્ટેન્ટ રાઈટર તરીકે કામ કરી રહ્યાં છે.

સંબંધિત લેખો

Back to top button