જેતપુરમાં પોલીસકર્મી પર હુમલો: ફિલ્મી ઢબે પીછો કરી આરોપીને ઝડપી પાડ્યો

જેતપુર: રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકાના જેતપુર-સોમનાથ નેશનલ હાઈ-વે પર જૂની સાંકળી ધાર પોલીસ ચેકપોસ્ટ પર પોલીસ કોન્સ્ટેબલ પર હુમલાનો ગંભીર બનાવ સામે આવ્યો હતો.
ટ્રાફિક પોલીસ કોન્સ્ટેબલ મહેશભાઈ બારોટ પર થારચાલકે પોતાની ગાડી ચડાવી ઈજાગ્રસ્ત દેતા ગંભીર રીતે ઈજાગ્રસ્ત કર્યા હતા. પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને ફરાર થયેલા આરોપીને વીરપુરથી ઝડપી પાડ્યો હતો.
આપણ વાંચો: યુપી એન્કાઉન્ટર: મહિલા કોન્સ્ટેબલ પર હુમલાના આરોપીનું એન્કાઉન્ટરમાં મોત, ત્રણ પોલીસકર્મી ઘાયલ
ફરજ પરના અધિકારી પર કાર ચડાવી
મળતી વિગતો અનુસાર જેતપુર તાલુકાના જૂની સાંકળી ધાર પોલીસ ચોકી નજીક બની હતી. ટ્રાફિક પોલીસ કોન્સ્ટેબલ વાહન ચેકિંગની ફરજ પર હોય એક થાર ચાલકને વાહન ઊભું રાખવાનો ઈશારો કર્યો હતો. જોકે, ચાલકે વાહન ઊભું રાખવાને બદલે કોન્સ્ટેબલના પગ પર ગાડી ચડાવી દીધી હતી અને ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો.
આથી પીલીસ સ્ટાફે પણ ગાડીનો પીછો કર્યો હતો અને જેતપુર પાસે આવેલા પીઠડિયા ટોલનાકા પર ગાડીને રોકી હતી અને આ દરમિયાન પોલીસ હજુ ચેક કરી રહી હતી તે દરમિયાન કારમાં સવાર મહિલા ડ્રાઈવર સીટ પર અને બાજુની સીટમાં આરોપી બેસી ગયો હતો અને પોલીસની સામે જ ગાડીને રાજકોટ તરફ હંકારી મૂકી હતી. ફરિયાદમાં મહિલાએ પોલીસ સ્ટાફને જેમ ફાવે તેમ અપશબ્દો બોલી હોવાનો આક્ષેપ કર્યો હતો.
આપણ વાંચો: બીએસએફે કહ્યું લોન્ચ પેડ પર પરત ફરી રહ્યા છે આતંકી, સતર્ક રહેવાની જરુર…
વીરપુરથી આરોપીને ઝડપી લીધો
જોકે ત્યાર બાદ પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરીને વીરપુરના ચામુંડા ચોક પાસેથી થાર ચાલક અંકિત પરમાર અને તેની સાથે રહેલી એક મહિલાની વીરપુર પોલીસ દ્વારા અટકાયત કરી લેવામાં આવી હતી. ઘટના બાદ, બંને પક્ષો દ્વારા તાત્કાલિક 108ને ફોન કરવામાં આવ્યો હતો.
લીસ કોન્સ્ટેબલ મહેશભાઈ બારોટ અને થાર કારચાલક અંકિત પરમાર, બંનેને પ્રાથમિક સારવાર અર્થે વીરપુરના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે લઈ જવામાં આવ્યા હતા જ્યાં તેમની પ્રાથમિક સારવાર કરવામાં આવી હતી.
આ બનાવ અંગે પોલીસ કોન્સ્ટેબલ દ્વારા જેતપુર તાલુકા પોલીસ સ્ટેશનમાં આરોપી અંકિત જયંતી પરમાર અને નયનાબેન વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધવામાં આવી હતી.