પાટણ બાદ રાજકોટ કલેક્ટર કચેરીને મળી બોમ્બ બ્લાસ્ટની ધમકી, બોમ્બ-સ્ક્વોડના ઘટનાસ્થળે ધામા

રાજકોટઃ રાજકોટ કલેકટર કચેરીને બોમ્બથી ઉડાવી દેવાના ધમકી મળી હોવાનું પ્રકાશમાં આવ્યું છે. રાજકોટ જિલ્લા કલેક્ટરને આ ધમકીભર્યો આવ્યો છે. સમગ્ર મામલાને ગંભીરતાથી લેતા જિલ્લા કલેક્ટરે પોલીસ વિભાગને જાણ કરી હતી.
જેથી રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચ, SOG, ડોગ-સ્ક્વોડ, બોમ્બ-સ્ક્વોડ અને સ્થાનિક પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. એટલું જ નહીં પરંતુ અત્યારે ડોગ-સ્ક્વોડ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.
આપણ વાંચો: વડોદરાની GIPCL કંપનીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપતો મેઈલ આવ્યો, પોલીસે તપાસ હાથ ધરી…
પાટણ કલેક્ટર કચેરીને પણ મળી હતી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
ગઈ કાલે વડોદવામાં એક કંપનીને ઉડાવી દેવનો મેઈલ આવ્યો હતો, ત્યાર બાદ આજે પાટણના કલેક્ટર ઓફિસને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપતો મેઈલ આવ્યો હતો. પાટણના કલેક્ટરને મેઈલ આવ્યો કે બપોરે ત્રણ વાગ્યા સુધીમાં કલેક્ટર ઓફિસને બોમ્બથી ઉડાવી દેવામાં આવશે.
નોંધનીય છે કે, આવી ધમકી મળતા તંત્ર હરકતમાં આવી ગયું હતું. બોમ્બથી ઉડાવી દેવાના ધમકીનો મેલઈ આવતાની સાથે જ કલેક્ટર સહિત 200 કર્મચારીઓને સ્ટાફ ઓફિસની બહાર દોડી આવ્યો હતો.
આપણ વાંચો: એકનાથ શિંદેની કારને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી: બુલઢાણાથી બે પકડાયા
પાટણમાં અધિકારીઓ-કર્મીઓને રજા અપાઈ
મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે પાટણ કલેક્ટરને આ ઇમેઇલ 01:45 વાગ્યે એક આઈડી પરથી મોકલવામાં આવ્યો હતો, જેમાં બપોરે 3 વાગ્યા સુધી કલેક્ટર કચેરીને બોમ્બ બ્લાસ્ટથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી. આ સ્થિતિને ગંભીરતાથી લેતા સત્વરે પોલીસને જાણ કરી દેવામાં આવી હતી.
એટલું જ નહીં પરંતુ પાટણમાં કચેરીમાં કામ કરતા દરેક અધિકારીઓ અને કર્મીઓને રજા આપી દેવામાં આવી હતી., ઘટનાની જાણ થતાની સાથે પોલીસનો કાફલો પણ દોડી આવ્યો હતો. પોલીસે ડોગ સ્ક્વોડની મદદથી સઘન તપાસ હાથ ધરી દીધી હતી. પરંતુ કોઈ શંકાસ્પદ વસ્તુ નહોતી મળી આવી. નોંધનીય છે કે, 3 વાગ્યા સુધીમાં કોઈ ઘટના ના બનતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો.