રાજકોટ

રાજકોટમાં 7 વર્ષની બાળકી પર દુષ્કર્મ: ધર્મના માનેલા ભાઈએ જ ભાણી પર આચર્યું દુષ્કર્મ

રાજકોટ: દિવાળીના તહેવાર પર રાજકોટમાં દિવાળીના તહેવાર દુષ્કર્મનો બનાવ બન્યો છે. અહી જેમાં એક માનેલા ભાઈએ જ બહેનની 7 વર્ષની પુત્રી સાથે દુષ્કર્મ આચર્યું છે. આ દુષ્કર્મની ઘટનાએ મામા-ભાણેજ જેવા પવિત્ર સંબંધોને લાંછન લગાવ્યું છે. યુનિવર્સિટી રોડ પર રહેતી મહિલાએ ફરિયાદ નોંધાવતા પોલીસે દુષ્કર્મની કલમ હેઠળ ગુનો નોંધી આરોપી દિલીપ ચૌહાણ નામના શખ્સની ધરપકડ કરી હતી.

આ બનાવ અંગે એસીપી રાધિકા ભારાઈએ વધુ વિગતો આપતા કહ્યું હતું કે, શહેરના યુનિવર્સિટી રોડ વિસ્તારમાં 7 વર્ષની બાળકીની સાથે દુષ્કર્મ થયાની ઘટના સામે આવી છે. જેમાં ફરિયાદીએ તેમના માનેલા ભાઈ દિલીપ ચૌહાણે માનેલી બહેનની પુત્રીની એકલતાનો લાભ લઇ તેને ગત તારીખ 4 નવેમ્બરના રોજ હવસનો શિકાર બનાવી હતી. આ અંગે પીડિતાએ તેમની માતાને વાત કરતાં તેને આંચકો લાગ્યો હતો.

આ બનાવ અંગે પીડિતાની માતાએ ગઈકાલે યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ નોંધાયા બાદ પોલીસે તરત જ આરોપીની શોધખોળ શરૂ કરી હતી અને આરોપીએ કલાકોમાં તેને સકંજામાં લઈ દુષ્કર્મની અને પોક્સોની કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.

આપણ વાંચો: Surendranagar માં સગીરા પર સામૂહિક દુષ્કર્મની ફરિયાદ, પોલીસે તપાસ શરૂ કરી

આ અંગે નોંધવામાં આવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે બે વર્ષ તેના પતિનું અવસાન થયું હતું છે અને હાલ તેની 7 વર્ષની પુત્રી સાથે રહે છે. તે યુનિવર્સિટી રોડ પર આવેલી કિડની હોસ્પિટલમાં સફાઈ કામદાર તરીકે નોકરી કરી ગુજરાન ચલાવે છેજ્યાં દિલીપ ચૌહાણ પણ સફાઈ કામદાર તરીકે નોકરી કરતો હોઈ બંને પરિચયમાં આવ્યાં હતાં અને બાદમાં બંને વચ્ચે ભાઈ-બહેનના સંબંધ બંધાતાં તેણે તેને ધર્મનો ભાઈ બનાવી રાખડી પણ બાંધતી હતી.

ગત તા.4ના ફરિયાદી તેના ઘરે પહોંચી ત્યારે ત્યાં એક કેન પડ્યું હતું, જેથી તેણે કેન વિશે પુત્રીને પૂછતાં ભાંગી પડેલી બાળકીએ રડતી આંખે જણાવ્યું હતું કે આરોપી દિલીપે તું ઘરે ન હતી ત્યારે ઘરમાં ધસી આવી બળજબરીથી દુષ્કર્મ આચર્યું હતું. ઉપરાંત થોડા દિવસ પહેલાં પણ બળજબરી કરી દુષ્કર્મ કરી કોઈને વાત ન કહેવા ધમકી આપી હતી.

પોતાની લાડકવાયી પુત્રી સાથે બનેલા બનાવની વાત સાંભળતાં તેના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી અને પોતે તરત જ પુત્રી સાથે યુનિવર્સિટી પોલીસ મથકે પહોંચી હતી. આ બનાવ અંગેની ફરિયાદ પરથી યુનિવર્સિટી પોલીસે ગુનો નોંધી પીઆઈ કે. જે. કરપડા અને ટીમે આરોપીની શોધખોળ શરૂ કરી હતી. એમાં આરોપી દિલીપ ચૌહાણ તેના ઘરે હોવાનું જાણવા મળતાં તરત ત્યાં દોડી જઇ આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube  અને  X (Twitter) ને

Back to top button
ઘરમાં મચ્છરોના ત્રાસથી તમને આ કુદરતી ઉપાય બચાવશે Fat Belly થશે Flat, આ પાંચ ફ્રુટ્સ ચપટી વગાડતામાં ઓગાળશે પેટની ચરબી… …તો દુનિયાને ના મળી હોત Mercedesની લકઝુરિયસ કાર! આ રાશિના લોકો માટે લકી સાબિત થશે દિવાળી

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker