રાજકોટ

રાજકોટના લોધિકા તાલુકામાંથી ઝડપાયા 3 પાકિસ્તાની નાગરિકો, પોલીસને મળી હતી બાતમી

રાજકોટઃ ભારત સરકાર દ્વારા પાકિસ્તાની નાગરિકોને 30મી એપ્રિલ સુધીમાં ભારત છોડવાનો આદેશ કરવામાં આવ્યો હતો. જો કે, હજી પણ અનેક પાકિસ્તાનીઓ ભારત છોડીને ગયા નથી એવું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. જેથી ગુજરાત પોલીસ દ્વારા પણ ભારતમાં ગેરકાયદે રહેતા પાકિસ્તાની અને બાંગ્લાદેશી નાગરિકોની શોધખોળ કરવામાં આવી રહી છે.

રાજકોટ જિલ્લામાંથી પોલીસે 3 પાકિસ્તાની નાગરિકોની ધરપકડ કરી હતી. રાજકોટ ગ્રામ્ય એલસીબીની ટીમે લોધિકા તાલુકામાં રહેતા રાજકોટના લોધિકા તાલુકામાંથી રિઝવાનાબેન મુનાફભાઇ ટાટારીયા (ઉ.વ.50), ઝીશાન મુનાફભાઇ ટાટારીયા (ઉ.વ.29) અને તેનો સગીર વયના પુત્રને પકડી પૂછપરછ હાથ ધરી હતી. આ લોકો વર્ષો પહેલા પાકિસ્તાનથી રાજકોટ આવ્યાં હતા પરંતુ પછી પાછા પાકિસ્તાન ગયા જ નહોતા.

આપણ વાંચો: મહારાષ્ટ્રમાં રહેલા બધા પાકિસ્તાની નાગરિકોનો પત્તો મેળવ્યો, દેશનિકાલની વ્યવસ્થા કરી: ફડણવીસ

આ પાકિસ્તાની આશરે 2 દાયકાથી રાજકોટમાં ગેરકાયદે રહેતા હતા

રોજકોટ પોલીસે આ મામલે વધારે તપાસ કરી ત્યારે એવું પ્રકાશમાં આવ્યું કે, આ પાકિસ્તાની નાગરિકો આશરે 2 દાયકાથી રાજકોટમાં ગેરકાયદે રહેતા હતા. આ લોકો પાસે ભારતીય ચૂંટણી કાર્ડ, આધાર કાર્ડ સહિતના પુરાવાઓ ના હોવાથી પોલીસે વધારે શંકાઓ થઈ હતી.

પોલીસે જ્યારે કડક પૂછપરછ કરી તો આ લોકો પાકિસ્તાની હોવાનું પ્રકાશમાં આવ્યું હતું. રાજકોટ પોલીસે આ ત્રણેય ઘૂસણખોર અંગે વધુ તપાસ હાથ ધરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

આપણ વાંચો: રાજ્યમાં રહેતા પાકિસ્તાની નાગરિકોની યાદી તૈયાર, પાછા મોકલવા પર ચાંપતી નજર: મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ…

2 વર્ષના બાળક સહિત ત્રણ પાકિસ્તાની નાગરિકોની અટકાયત

આ કેસમાં પોલીસ અધિકારીએ જણાવ્યું કે, રાજકોટ પોલીસને બાતમી મળી હતી કે, કેટલાક પાકિસ્તાની નાગરિકો લોધિકા તાલુકામાં ગેરકાયદે રહે છે, જેથી તપાસ શરૂ કરી હતી. પોલીસે જ્યારે આ કેસમાં તપાસ કરી ત્યારે રિઝવાનાબેન, ઝીશાન અને બાળક ત્રણેય ભારતમાં ગેરકાયદે રહેતા હોવાનું જાણવા મળ્યું હતું. જેથી રાજકોટ પોલીસે આગળની કાર્યવાહી માટે ત્રણ પાકિસ્તાની નાગરિકની અટકાયત કરી છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button