પોરબંદર

પોરબંદરથી ઓમાનની ઐતિહાસિક સફર: 2,000 વર્ષ જૂની ટેકનિકથી બનેલા INSV Kaundinya જહાજની વિશેષતા જાણો…

એન્જિન અને GPS વગર, માત્ર પવન અને નારિયેળના દોરડાના સહારે 1,400 કિમીની દરિયાઈ ખેડાણ

પોરબંદર: ભારતના સમૃદ્ધ દરિયાઈ ઇતિહાસે ઉજાગર કરેશે INSV કૌંડિન્ય જહાજ. INSV કૌંડિન્ય જહાજ પોરબંદરના પોર્ટ પરથી ઓમાનના મસ્કત તરફ પોતાની પ્રથમ વિદેશી મુસાફરી માટે રવાના થશે. આ જહાજમાં ના તો એન્જિન છે, ના જીપીએસ છે. આ જહાજને 2,000 વર્ષ જૂની પ્રાચીન ટેકનિકથી બનાવવામાં આવ્યું છે, જે અજંતા ગુફાઓની ચિત્રો પર આધારિત છે. લાકડાના પાટિયાથી બનેલું આ જહાજ નારિયેળના દોરડાથી સીવેલું છે, તેમાં ક્યાંય લોખંડના ખીલાનો ઉપયોગ કરવામાં આવ્યો નથી.

ભારતના હજાર વર્ષ જૂના દરિયાઈ વેપાર ઇતિહાસને પ્રતિબિંબિત કરતા મહાન નેવિગેટર ‘કૌંડિન્ય’ના નામ પરથી આ જહાજનું નામ રાખવામાં આવ્યું છે, જે એક પ્રાચીન ભારતીય નાવિક હતો જેમણે દક્ષિણપૂર્વ એશિયાની યાત્રા કરી અને ફુનાન કિંગડમની સ્થાપના કરી હતી. આખું જહાજ પ્રાચીન સિલાઈ તકનીકોનો ઉપયોગ કરીને બનાવવામાં આવ્યું છે.

insv kaundinya

આ જહાજ સંપૂર્ણપણે પવનથી ચાલશે

65 ફૂટ લાંબું, 22 ફૂટ પહોળું અને 50 ટન વજનનું આ જહાજ લાકડાના તખ્તાઓને નારિયળની દોરડાથી સીવીને બનાવવામાં આવ્યું છે. સૌથી મહત્વની વાત એ છે કે આમાં કોઈ કિલ કે નટ-બોલ્ટનો ઉપયોગ પણ કરવામાં આવ્યો નથી. આ જહાજ સંપૂર્ણપણે પવનથી ચાલશે, જેમાં કાપડના સઢ હશે. આ જહાજ હવાની શક્તિથી 1,400 કિલોમીટરની યાત્રા 15 દિવસમાં પૂરી કરશે. 13 નાવિક અને 3 અધિકારીની ટીમ આ મુસાફરી કરશે તેવું પણ સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે.

insv kaundinya

ગોવાની કંપનીએ બનાવ્યું આ જહાજ

વેસ્ટર્ન નેવલ કમાન્ડના ફ્લેગ ઓફિસર કમાન્ડિંગ કૃષ્ણા સ્વામીનાથન હરી ઝંડી બતાવશે. ગોવાની M/s Hodi Innovations કંપનીએ કેરળના કુશળ કારીગરોના નેતૃત્વમાં આ જહાજ બનાવ્યું છે. આ જહાજને 2,000 વર્ષ જૂની ટેન્ક ટેકનિકનો ઉપયોગ કરીને બનાવવામાં આવ્યું છે. INSV કૌંડિન્યાને સાત મહિના પહેલા નૌકાદળમાં સામેલ કરવામાં આવ્યું હતું. INSV કૌંડિન્યાએ ભારતીય નૌકાદળમાં સામેલ થયેલ એક વિશિષ્ટ સઢવાળી જહાજ છે.

INSV કૌંડિન્યા માત્ર એક જહાજ નથી, પરંતુ ભારતની સમૃદ્ધ દરિયાઈ પરંપરા અને દરિયાઈ વેપારનો પુરાવો છે. તે ગુજરાતથી ઓમાન સુધીના પ્રાચીન વેપાર માર્ગને પાછું ખેંચશે, જે તેના કાયમી વારસાનો ઐતિહાસિક પુરાવો છે. આ મુસાફરી ગુજરાત-ઓમાન વેપાર માર્ગને પુનઃજીવિત કરશે, જે ભારતની મહાન નૌકા પરંપરાનો પુરાવો છે. ભારત હવે પોતાની સંસ્કૃતિ અને સભ્યતાને સાથે રાખીને વિકાસ કરવાનો વિચાર કરી રહ્યું છે, આ પ્રોજેક્ટને પણ તેનો એક ભાગ ગણવામાં આવી રહ્યો છે.

insv kaundinya

આ પ્રોજેક્ટને ભારત સરકારના સંસ્કૃતિ મંત્રાલય, ભારતીય નૌકાદળ અને હોદી ઇનોવેશન્સ વચ્ચેના સમજૂતી કરારના ભાગરૂપે શરૂ કરવામાં આવ્યો હતો. 2023માં કેન્દ્ર સરકારે મંજૂરી આપેલા આ પ્રોજેક્ટમાં મિનિસ્ટ્રી ઓફ કલ્ચર, ઇન્ડિયન નેવી અને Hodi Innovations વચ્ચે MoU થયું. પાંચમી સદીના વેપારી જહાજનું પ્રતિરૂપ બનાવીને ભારતની સમુદ્રી વારસાને જીવંત કરવામાં આવ્યું છે. અત્યારે આ પ્રકારના જહાજને ચલાવવાનો અનુભવ કોઈ પાસેન થી. જેના કારણે ક્રૂ મેમ્બરોને છેલ્લા 6 મહિનાથી ખાસ ટ્રેનિંગ આપવામાં આવી છે.

આ પણ વાંચો…ભારતીય સેનાની તાકાતમાં ધરખમ વધારો: ₹ 80,000 કરોડના ડિફેન્સ સોદાને મળી મંજૂરી…

Vimal Prajapati

વિમલ પ્રજાપતિએ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિષય સાથે અનુસ્નાતક થયેલા છે. તેઓ ડિજિટલ મીડિયાનો 4 વર્ષનો અનુભવ છે અને અત્યારે મુંબઈ સમાચારમાં કન્ટેન્ટ રાઈટર તરીકે કામ કરી રહ્યાં છે.

સંબંધિત લેખો

Back to top button