પોરબંદરમાં પર પ્રાંતીય યુવકે પત્નીની કરી હત્યાઃ ફરાર થયા પછી પકડાયો, જાણો મામલો?
પોરબંદર

પોરબંદરમાં પર પ્રાંતીય યુવકે પત્નીની કરી હત્યાઃ ફરાર થયા પછી પકડાયો, જાણો મામલો?

પોરબંદર: પોરબંદરના ખાંભોદર ગામે પરપ્રાંતીય યુવકે પત્નીને હથોડીના ઘા ઝીંકીને મોતને ઘાટ ઉતારી હોવાનું પોલીસે જણાવ્યું હતું. પોરબંદરના ખાંભોદર ગામે પતિએ કરી પત્નીની હત્યા.

બરડા પંથકના ખાંભોદર ગામે વાડી વિસ્તારમાં મજૂરી કામ કરતા પરપ્રાંતીય શ્રમિકે પોતાની પત્નીની હત્યા નિપજાવીને ફરાર થયો હતો, તો પોલીસે આરોપી પતિની ધરપકડ કરી છે, એમ પોલીસે જણાવ્યું હતું.

ખાંભોદર ગામમાં મજૂરીકામ કરતું હતું દંપતી
ખાંભોદર ગામમાં રહેતા મુકેશ અલાવા નામના વ્યક્તિએ પત્નીની હથોડીના ઘા મારીને મોતને ઘાટ ઉતારી દીધી છે. મુકેશ અલાવા તેના પત્ની સાથે મધ્ય પ્રદેશથી ગુજરાતમાં મજૂરીકામ માટે આવ્યો હતો.

અહીં પોરબંદરના ખાંભોદર ગામમાં તે મજૂરીકામ કરતો હતો. ખાંમભોદર ગામે ખીમાભાઈ લખમણભાઈ ગોઢાણીયાની વાડીમાં આ બંને પતિ પત્ની મજૂરી કામ કરતા હતા.

પત્નીની હત્યા કર્યા બાદ આરોપી પતિ ફરાર
પતિ મુકેશ અલાવાને પત્ની પર શંકા હતી કે તેનો કઈ બીજા સાથે સંબંધ છે. આ મામલે વારંવાર બંન્ને વચ્ચે ઝઘડાઓ પણ થતા રહેતા હતાં. વારંવાર થતા ઝઘડા વધી ગયા અને વાત છેક હત્યા સુધી પહોંચી ગઈ હતી. પત્નીની હત્યા કર્યા બાદ આરોપી પતિ ફરાર થઈ ગયો હતો.

પરંતુ વાવાડીમાં લાગેસા કેમેરામાં તે કેદ થયો હતો. આ સમગ્ર મામલે જ્યારે વાડીના માલિકને જાણ થઈ, ત્યારે તેમણે તરત જ બગવદર પોલીસને ફોન કરીને જાણ કરી હતી. જેથી પોલીસે ઘટનાસ્થળે પહોંચીને કાર્યવાહી હાથ ધરી દીધી હતી.

હત્યાના પ્રાથમિક કારણ અંગે પોલીસે શું કહ્યું?
આ સમગ્ર ઘટના અંગે વાડીના માલિકે કહ્યું કે, રાત્રે હું 13 વાગ્યા સુધી જાગતો હતો પરંતુ ત્યારે કઈ બન્યું નહી હોય. સવારે જ્યારે જાગીને વાડીએ ગયા ત્યારે રૂમ ખુલ્લો પડ્યો હતો. મજૂરી પત્ની ભગવતીબેન ખાટલામાં સુતા રહતા અને ખાટલા નીચે લાહીના દાગ પડેલા હતા. જેથી સત્વરે પોલીસને જાણ કરી હતી.

બગવદર પોલીસે આ સમગ્ર મામલે તપાસ શરૂ કરી દીધી છે. હત્યાનું પ્રાથમિક કારણ કોઈ અન્ય સાથે પ્રેમ સંબંધ રાખવા બાબતનું જાણવા મળ્યું છે. એટલું જ નહીં, પરંતુ પોરબંદર એલસીબીએ આરોપીને પતિને જૂનાગઢથી ઝડપી લઈને આગળની કાર્યવાહી હાથ ધરી દીધી છે.

આ પણ વાંચો…પોરબંદરમાં ચકચાર: રાણાવાવમાં બાળકના ગળે છરી રાખી 25 તોલા સોનું, એક લાખની લૂંટ

Vimal Prajapati

વિમલ પ્રજાપતિએ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિષય સાથે અનુસ્નાતક થયેલા છે. તેઓ ડિજિટલ મીડિયાનો 4 વર્ષનો અનુભવ છે અને અત્યારે મુંબઈ સમાચારમાં કન્ટેન્ટ રાઈટર તરીકે કામ કરી રહ્યાં છે.

સંબંધિત લેખો

Back to top button