મોરબીમાં વિદ્યાર્થિનીની છેડતી કરવાના કિસ્સામાં ટ્યુશન ક્લાસનો સંચાલક ઝડપાયો
પોલીસે ઘટનાનું રી-કન્સ્ટ્રક્શન કરાવ્યું

મોરબીઃ મોરબીમાં મહારાણા પ્રતાપ સર્કલ પાસે આવેલા ખાનગી ટ્યુશન ક્લાસીસમાં જતી વિદ્યાર્થીની સાથે ત્યાંના સંચાલક દ્વારા અડપલા કરવામાં આવતા હોવાની ભોગ બનેલી સગીરાની માતાએ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી હતી.
જેના આધારે પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરી હતી. આ ગુનામાં પોલીસે આરોપીની ધરપકડ કરી હતી અને સોમવારે મોડી સાંજે બી ડિવિઝન પીઆઇ સહિતની ટીમે આરોપીને સાથે રાખીને ઘટનાનું રી-કન્સ્ટ્રક્શન કરાવ્યુ હતું.
મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં મહારાણા પ્રતાપ સર્કલ પાસે ખાનગી ટ્યુશન ક્લાસીસ આવેલું છે. તેના સંચાલક રવિન્દ્ર ત્રિવેદીની સામે ત્યાં અભ્યાસ કરવા માટે આવતી વિદ્યાર્થીનીના માતાએ અડપલા અને છેડતીની ફરિયાદ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી.
આપણ વાંચો: મોરબીના શનાળા રોડ પર સ્પાના નામે ધમધમતું કુટણખાનું પકડાયું
આ ગુનામાં પોલીસે આરોપી રવિન્દ્ર રમેશચંદ્ર ત્રિવેદીની ધરપકડ કરી હતી અને તેને સાથે રાખીને સોમવારે સાંજે ઘટનાનું રી-કન્સ્ટ્રક્શન કરાવ્યુ હતું ત્યારે સ્થળ ઉપર લોકોના ટોળાં એકત્રિત થઈ ગયા હતા.

અત્રે ઉલેખનીય છે કે, આ કલાસીસમાં આવતી ધો. 12 માં અભ્યાસ કરતી વિદ્યાર્થીની સાથે છેડતી કરવામાં આવતી હતી તે પ્રકારની ફરિયાદ સગીરાની માતાએ નોંધાવી હતી. જેથી પોલીસે પોકસો સહિતની કલમ હેઠળ ગુનો નોંધીને આરોપીની ધરપકડ કરીને આગળની કાર્યવાહી કરી હતી.