મોરબી પોલીસે દેવીપૂજક સમાજની ત્રણ સગીર દીકરીઓને ઢોર માર્યો? પરિવારે કર્યાં ગંભીર આક્ષેપો...
મોરબી

મોરબી પોલીસે દેવીપૂજક સમાજની ત્રણ સગીર દીકરીઓને ઢોર માર્યો? પરિવારે કર્યાં ગંભીર આક્ષેપો…

સુરેન્દ્રનગરઃ સાયલા ગ્રામ્ય વિસ્તારમાં બ્રહ્મપુરી ગામમાં રહેતા શ્રમિક પરિવારને પોલીસે ખોટી રીતે હેરાન કર્યો હોવાનો આક્ષેપ મોરબી પોલીસ પર લાગ્યો છે. મોરબીના રફાળેશ્વર ખાતે અમાસના મેળામાંથી દેવીપૂજક સમાજની દીકરીઓને પોલીસે કોઈ પણ પ્રકારના ગુના વિના ધરપકડ કરી હોવાનો આરોપ લાગ્યો છે.

સાયલા પંથકની ત્રણ સગીર દીકરીઓને મોરબી પોલીસે ઢોર માર માર્યાનો હોવાનો આક્ષેપ પણ કરવામાં આવ્યો છે. પરિવારનું કહેવું છે કે, અમારી દીકરીઓએ 4 લાખ રૂપિયાનો સોનાનો હાર ચોરી કર્યો હોવાના ખોટા આરોપ સાથે ચારથી પાંચ દિવસ સુધી પોલીસ સ્ટેશનમાં રાખવામાં આવી અને આ દરમિયાન ઢોર માર પણ મારવામાં આવ્યો હતો.

ભોગ બનનાર પરિવારની બંને સગીરા દીકરીઓને ઢોર માર મારવાના બનાવ બાદ સાયલા સરકારી હોસ્પિટલ ખાતે લાવવામાં આવી હતી.

મોરબી પોલીસ પર આ પરિવારે લગાવ્યાં ગંભીર આક્ષેપો!
મોરબી પોલીસ પર એવો પણ આક્ષેપ છે કે, આ માથકુટ (કેસ)માંથી બચવા બે લાખ રૂપિયા માગ્યાં હતાં. એટલું જ નહીં પરંતુ જો રૂપિયા નહીં આપવામાં આવે તો મેળામાં જે 40 ચોરીના બનાવ બન્યાં છે તેમાં આરોપી બનાવી દેવાની ધમકી આપી હોવાનો પણ પરિવારે આક્ષેપ કર્યો હતો.

જો મોરબી પોલીસે વાસ્તાવમાં ખરેખર આવું વર્તન કર્યું છે તો તે નિંદનીય છે. ગુના વગર ધરપકડ કરવી, કસ્ટડીમાં માર મારવો, ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપવી અને કેસ રફાદફા કરવા માટે રૂપિયા માંગવા આ પણ ગુનો જ છે. અને આ બધુ મોબરી પોલીસે કર્યું હોવાનો દેવીપૂજક સમાજના આ પરિવારે આક્ષેપ કર્યો છે. જેથી પરિવારે સરકાર અને તંત્રને વિનંતી કરી છે કે, અમને ન્યાય આપવામાં આવે!

મોરબી પોલીસે રક્ષક જ ભક્ષક બને તેવી વર્તન કર્યું?
હવે પ્રશ્ન એ થાય છે કે, મોરબી પોલીસ દ્વારા આખરે શા માટે તે ત્રણ દીકરીઓની અટકાતત કરવામાં આવી? આ સમગ્ર કેસમાં પરિવારે મોરબી જિલ્લા પોલીસ અધિક્ષક, સુરેન્દ્રનગર એસપી, જિલ્લા કલેક્ટર, રાજ્યના ગૃહપ્રધાન સહિતને લેખિત રજૂઆત કરીને ન્યાય માટે માંગણી કરી છે.

દેવીપુજક સમાજના પરિવારે આ બાબતે ન્યાયની માંગણી કરીને આ કેસમાં જવાબદારો સામે કડક પગલા ભરવાની માંગ ઉચ્ચારી હતી. જો પોલીસ પર આ પરિવારે લગાવેલા આક્ષેપો સાચા હોય તો ખાખી પર ડાઘ લાગવાનો વધુ એક બનાવ કહેવાશે.

આ પણ વાંચો…Ahmedabad થી યુવક 60 લાખની બીએમડબ્લ્યુ લઈને ફરાર થયો, પોલીસે મોરબીથી ઝડપ્યો

Vimal Prajapati

વિમલ પ્રજાપતિએ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિષય સાથે અનુસ્નાતક થયેલા છે. તેઓ ડિજિટલ મીડિયાનો 4 વર્ષનો અનુભવ છે અને અત્યારે મુંબઈ સમાચારમાં કન્ટેન્ટ રાઈટર તરીકે કામ કરી રહ્યાં છે.

સંબંધિત લેખો

Back to top button