મોરબીના માળિયામાં ટેન્કર અને કાર વચ્ચે થયો ભયંકર અકસ્માત, 4ના મોત, 7 ગંભીર રીતે ઘાયલ

મોરબીઃ મોરબીમાં માળિયામાં ટેન્કર અને કાર વચ્ચે ભયંકર અકસ્માત થયો હોવાનું જાણવા મળ્યું છે. આ ગંભીર અકસ્માતમાં કાર અને ટેન્કરમાં આગ લાગી હતી. આગ લાગતા કારમાં બેઠેલા લોકો જીવતા ભડથું થયાં હતા. મળતી જાણકારી પ્રમાણે આ અકસ્માતમાં 4 લોકોનું મોત થયું છે. આ સમગ્ર અકસ્માત મોરબીના સુરજબારી ટોલનાકા નજીક બન્યો હતો. અકસ્માતની જાણ થતાં પોલીસની ટીમ ઘટનાસ્થળે આવી પહોંચી અને તપાસ શરૂ કરી હતી. આ સાથે ઘાયલોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં છે.
અકસ્માતમાં 7 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયાં
મોરબીના સુરજબારી ટોલનાકા પાસે આવેલા માળિયામાં અકસ્માત બાદ આગ લાગી ગઈ હતી. અકસ્માતમાં ચાર લોકોના મોત થયા છે, જ્યારે 7 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયાં છે. તમામ સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે, ઘટનાની જાણ થતાની સાથે પોલીસ અને ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. અકસ્માત થતા સ્થાનિકો ઘટના સ્થળે આવી પહોંચ્યાં હતાં.
ફાયર વિભાગે 5 બાળકો અને 2 લોકોનો જીવ બચાવ્યો
મોરબીના સુરજબારી પાસે ટેન્કર અને કાર વચ્ચે પહેલા અકસ્માતમાં 4 લોકો જીવતા ભડથું થયા હતા. અકસ્માત એટલો ભયાનક હતો કે, આસપાસથી લોકો દોડી આવ્યાં હતાં. સ્થાનિકોએ સત્વરે ફાયર વિભાગને જાણ કરી હતી. ફાયર વિભાગની ટીમે 5 બાળકો અને 2 લોકોનો જીવ બચાવી લીધો છે. જ્યારે ચાર લોકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. આ સમગ્ર મામલે પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.
આપણ વાંચો: ગુજરાતમાં આજે કયા જિલ્લામાં કેટલો વરસાદ પડશે? હવામાન વિભાગે આપી આવી આગાહી