મોરબીમાં મમુદાઢી હત્યા કેસમાં આત્મસમર્પણ કરનાર ત્રણ આરોપીને ૧૫ દિવસના રિમાન્ડ
મોરબીઃ મોરબી બહુચર્ચિત મમુદાઢી હત્યા કેસ અને ગુજસીટોકના મુખ્ય સૂત્રધાર સહિતના ત્રણ આરોપી મમુદાઢીની હત્યા કર્યા બાદ ફરાર થઇ ગયા બાદ હમણાં આત્મસમર્પણ કર્યા બાદ અદાલતે તેમના 15 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે ૨૦૨૧ની સાલમાં મોરબીના શનાળા બાયપાસ પાસે તારીખ 8 સપ્ટેમ્બર 2021ના હત્યા કરવામાં આવી હતી. ત્યાર બાદ તે હત્યાના ગુનામાં ૩૦ સપ્ટેમ્બર 2021ના રોજ આરીફ મીર અને તેની ગેંગના ૧૮ શખસ સામે ગુજસીટોક ગુનાનો ઉમેરો કરવામાં આવ્યો હતો.
આપણ વાંચો: મોરબીના માણેકવાડા અને માળીયા ગામેથી બંદૂક અને તમંચા સાથે 2 જણ ઝડપાયા
સોમવારે રાજકોટની ગુજસીટોક કોર્ટમાં આરીફ મીર, મકસુદભાઈ ગફુરભાઈ શમા અને કાદર ઉર્ફે બચ્ચન ગનીભાઇ મતવાએ આત્મસમર્પણ કર્યું હતુ. પોલીસે રિમાન્ડની માગણી સાથે આરોપીઓને કોર્ટમાં હાજર કરતા કોર્ટે તેમના ૧૫ દિવસના રિમાન્ડ મંજૂર કરતા પોલીસે આરોપીઓની પૂછપરછ હાથ ધરી હતી.