મોરબી

મોરબીમાં ખેલાયો ખૂની ખેલ! કામધંધામાં ધ્યાન ના આપતા દીકરાની પિતાએ કરી નાખી હત્યા

મોરબીઃ ગુજરાતમાં ક્રાઇમની ઘટનાઓ વધી રહી છે. અમદાવાદમાં બે દિવસ પહેલા જ હત્યાની બે ઘટનાઓ બની હતી. જેમાં પુત્રએ પિતાની હત્યા કરી દીધી હતી. હવે મોરબીમાં એક હત્યાની ઘટના પ્રકાશમાં આવી છે. મોરબીમાં પિતાએ સગા દીકરાની હત્યા કરી હોવાની ઘટના બની છે. સામાન્ય બોલાચાલીમાં પુત્રની હત્યા કરી દેતા પંથકમાં ભારે ચકચાર વ્યાપી છે. પોલીસે ઘટના સ્થળ પર પહોંચીને આગળની કાર્યવાહી હાથ ધરી દીધી છે.

પિતા અને પુત્ર વચ્ચે વારંવાર કામ બાબતે બોલાચાલી થતી

વધારે વિગતે વાત કરવામાં આવે તો મોરબીના હળવદમાં આવેલા ચરડાવામાં પિતા અને પુત્ર વચ્ચે સામાન્ય બાબતે બોલાચાલી થઈ હતી. સામાન્ય બોલાચાલીની ઘટના હત્યા સુધી પહોંચી ગઈ. પિતા અને પુત્ર બન્ને કામધંધો કરીને પરિવારનું ગુજરાન ચલાવતા હતાં. જો કે, થોડા દિવસથી પુત્ર કામધંધામાં ધ્યાન ના આપતો હોવાથી પિતાએ ટકોર કરી હતી. જો કે, બાદમાં પિતા અને પુત્ર વચ્ચે ઉગ્ર બોલાચાલી થવા લાગી હતી. પહેલા તો આ મામલે સમાધાન થઈ ગયું અને મામલો શાંત પડી ગયો હતો.

દીકરો કામમાં ધ્યાન ના આપતો હોવાથી પિતા કરી નાખી હત્યા

પોલીસ ફરિયાદ પ્રમાણે પિતા અને પુત્ર વચ્ચે વારંવાર કામ બાબતે બોલાચાલી થતી હતી. પિતા દ્વારા વારંવાર ટકોર કરવામાં આવતી તે દીકરાને પસંદ નહોતું. જેથી બોલાચાલી પણ થતી હતી. ઘણું કહેવા છતાં પણ દીકરો કામમાં ધ્યાન ના આપતો હોવાથી પિતા વધારે રોષે ભરાયા હતાં. જેથી પિતા દેવજીબાઈ સોલંકીએ દીકરાને દોરીથી ગળે ટૂંપો દઈને હત્યા કરી નાખી હતી. આ હત્યા કેસમાં પોલીસ ફરિયાદ નોંધાઈ છે. હળવદ પોલીસે પિતા સામે હત્યાનો ગુનો નોંધીને આગળની તપાસ શરૂ કરી છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો લોકોમાં અત્યારે સહનશક્તિ સતત ઘટી રહી છે. સામાન્ય બોલાચાલી હવે હત્યા સુધી પણ પહોંચી જવા લાગી છે. આ પહેલા પણ સામાન્ય બોલાચાલીમાં એક મહિલાની તેના પતિએ હત્યા કરી નાખી હતી.

આ પણ વાંચો…અમદાવાદમાં સ્કૂલમાં હિંસા: રખિયાલમાં લિવિંગ સર્ટિફિકેટ લેવા આવેલા વાલીએ શિક્ષકને છરીના ઘા ઝીંક્યા…

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Vimal Prajapati

વિમલ પ્રજાપતિએ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિષય સાથે અનુસ્નાતક થયેલા છે. તેઓ ડિજિટલ મીડિયાનો 4 વર્ષનો અનુભવ છે અને અત્યારે મુંબઈ સમાચારમાં કન્ટેન્ટ રાઈટર તરીકે કામ કરી રહ્યાં છે.
Back to top button