જૂનાગઢ

વિસાવદરમાં બાળકને ફાડી ખાનાર સિંહણ પાંજરે પુરાઈ, મિસફાયરથી વનકર્મીનું મોત થયું

જૂનાગઢ: જૂનાગઢ જિલ્લાના વિસાવદર તાલુકાના નાની મોણપરી ગામે સિંહણનો ભય ફેલાયો હતો. છેલ્લા ત્રણ દિવસથી ફેલાયેલા ભયના માહોલ વચ્ચે સિંહણને પાંજરે પુરાવામાં આવી હતી. સિંહણે ચાર વર્ષના માસૂમ બાળકનો શિકાર કર્યો હતો. જેથી સિંહણને પકડવા ઓપરેશન દરમિયાન વન વિભાગના નિષ્ઠાવાન ટ્રેકર અશરફ ચૌહાણે પોતાનો જીવ ગુમાવ્યો હતો. ગુજરાતના વન વિભાગના ઇતિહાસમાં આ પ્રથમ એવી ઘટના છે જેમાં ટ્રેન્ક્યુલાઈઝર ગનના મિસ ફાયરને કારણે કોઈ વનકર્મીનું મૃત્યુ નીપજ્યું હોય. આથી વન કર્મચારીઓ પોતાનો એક દિવસનો પગાર અશરફ ચૌહાણને આપવાનો નિર્ણય કર્યો હતો.

ખેત મજૂરના ચાર વર્ષના માસૂમ બાળકને સિંહણે ફાડી ખાધો

વિસાવદરના નાની મોણપરી ગામે ખેત મજૂરના ચાર વર્ષના માસૂમ બાળકને સિંહણે ફાડી ખાધો હતો. જેના કારણે ગ્રામજનોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. ખૂંખાર બનેલી આ સિંહણને પકડવા માટે વન વિભાગ દ્વારા તાત્કાલિક મેગા રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. વન વિભાગનો સ્ટાફ અને ટ્રેન્ક્યુલાઈઝર ટીમ આધુનિક સાધનો સાથે તુવેરના ખેતરોમાં સિંહણની શોધખોળ કરી રહી હતી. તુવેરના ઊંચા પાક વચ્ચે જ્યારે વન વિભાગની ટીમ પાંજરું ગોઠવતી હતી. જેથી વન કર્મીએ સિંહણને બેભાન કરવા માટે ટ્રેન્ક્યુલાઈઝર ટીમ દ્વારા ફાયર કરવામાં આવ્યું હતું.

ઝેરી ઇન્જેક્શન સિંહણને બદલે અશરફ ચૌહાણને વાગ્યું

સિંહણને બેભાન કરવા ફાયર કરવામાં આવ્યું તે ઝેરી ઇન્જેક્શન સિંહણને વાગવાને બદલે ત્યાં હાજર ટ્રેકર અશરફભાઈ અલારખાભાઈ ચૌહાણના ખભાના ભાગે વાગ્યું હતું. જેના કારણે અશરફભાઈની તબિયત લથડી હતી. હોસ્પિટલમાં ટૂંકી સારવાર બાદ તેમનું કરુણ મોત નીપજ્યું હતું. જ્યારે ખૂંખાર સિંહણને સીમર એનિમલ કેર સેન્ટર ખાતે ખસેડવામાં આવી હતી. જ્યા તેી વર્તણૂક અને તેની આક્રમકતાનું ઝીણવટભર્યું નિરીક્ષણ કરવામાં આવશે.

Vimal Prajapati

વિમલ પ્રજાપતિએ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિષય સાથે અનુસ્નાતક થયેલા છે. તેઓ ડિજિટલ મીડિયાનો 4 વર્ષનો અનુભવ છે અને અત્યારે મુંબઈ સમાચારમાં કન્ટેન્ટ રાઈટર તરીકે કામ કરી રહ્યાં છે.

સંબંધિત લેખો

Back to top button