જૂનાગઢના દાતાર જંગલમાં પુષ્પા ગેંગ સક્રિય! વન અધિકારીઓ આવતા ચંદન તસ્કરો ભાગ્યા | મુંબઈ સમાચાર

જૂનાગઢના દાતાર જંગલમાં પુષ્પા ગેંગ સક્રિય! વન અધિકારીઓ આવતા ચંદન તસ્કરો ભાગ્યા

જૂનાગઢઃ જૂનાગઢના દાતાર જંગલમાં 21 જુલાઈએ ચંદનના ઝાડોની કટિંગની સૂચના મળતાં વન વિભાગે ઝડપી કાર્યવાહી કરી હતી. વન કર્માચારીઓ જ્યારે પેટ્રોલિંગ પર હતા ત્યારે લાકડા કાપવાના અવાજ સંભળાતા તરત જ તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન બે અજાણ્યા શખ્સો ચંદનના ઝાડને કુહાડી અને કરવતથી કાપતા હોવાનું જાણવા મળ્યું હતું. જેથી વન કર્મીએ ઉપરી અધિકારીઓને જાણ કરી હતી. જેથી તાત્કાલિક 15થી વધુ કર્મચારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા.

વન વિભાગના કર્મચારીઓ આપતા ચંદન ચોરો ભાગી ગયા

વન કર્મચારીઓની ટીમે આવી પહોંચી હોવાની ચંદન તસ્કરોને ખબર પડી ગઈ હતી અને તેઓ ભાગી નીકળ્યા હતા. સ્ટાફે તેમનો પીછો કર્યો હતો, પરંતુ ગીચ જંગલ અને વરસાદને કારણે ચોરો નાસી છૂટવામાં સફળ રહ્યા. આ દરમિયાન ચંદને ચોરોએ હાથમાં રહેલા હથિયારો સ્ટાફ તરફ ફેંકી દીધા હતા. ઘટના સ્થળેથી કુહાડી અને કરવત જેવી ચંદન કાપવાની સાજો જપ્ત કરવામાં આવી છે. સ્થળ તપાસ દરમિયાન 6થી વધુ ચંદનના ઝાડ કપાયેલા હોવાનું પણ ખુલ્યું છે, જે વનસંપત્તિ માટે ગંભીર નુકસાન છે.

આ ગેંગ જબલપુર-કટની વિસ્તારની હોવાની શક્યતા

વન વિભાગે આખી રાત સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. અલગ અલગ બોર્ડર પોઈન્ટ્સ અને ટ્રાન્સપોર્ટ સ્થળોએ ચેકિંગ ચલાવવામાં આવ્યું. સૂત્રો દ્વારા મળતી જાણકારી પ્રમાણે આ ગેંગ જબલપુર-કટની વિસ્તારની હોવાની શક્યતા છે. ચંદન ચોરી માટે ઓળખાયેલી આ ગેંગ ગુજરાત સુધી પ્રવેશી ગઈ હોવાને લઈને સુરક્ષા વ્યવસ્થા સામે સવાલ ઊભા થયા છે. હાલમાં પણ તસ્કરોનું સ્થાન શોધવા વન વિભાગ સતત કાર્યવાહી કરી રહ્યું છે.

ચંદન ચોરો હજી પણ જંગલમાં છૂપાયેલા હોવાની આશંકા

આ સમગ્ર મામલે અત્યારે વન વિભાગ દ્વારા રેલવે સ્ટેશન, બસ સ્ટેશન અને ખાનગી સ્થળોએ તપાસ ચાલી રહી છે. આ સાથે વન વિભાગના સૂત્રોનું કહેવું છે કે, આ ગેંગ જબલપુર કટની ગેંગ હોવાનું તેમની મોડસ ઓપરેન્ડીથી માલૂમ પડ્યું છે. આ લોકો હજી પણ જંગલમાં છૂપાયેલા હોવાની આશંકા છે. આ જંગલમાંથી ચંદન ચોરોને ઝડપી પાડવાનું કામ મુશ્કેલ છે. કારણે કે, આ ગેંગ જંગન વિસ્તારને સંપૂર્ણ રીતે જાણતા હોવાથી ગમે ત્યાં છુપાઈ શકે છે. છતાં વન વિભાગના કર્મચારીઓ સઘન તપાસ કરી રહ્યાં છે.

Vimal Prajapati

વિમલ પ્રજાપતિએ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિષય સાથે અનુસ્નાતક થયેલા છે. તેઓ ડિજિટલ મીડિયાનો 4 વર્ષનો અનુભવ છે અને અત્યારે મુંબઈ સમાચારમાં કન્ટેન્ટ રાઈટર તરીકે કામ કરી રહ્યાં છે.
Back to top button