ભેસાણમાં વિદ્યાર્થિનીઓનું જાતીય શોષણ કરનારા નરાધમોને પોલીસે પકડ્યાઃ સીસીટીવી ફુટેજ પણ મેળવ્યા

જુનાગઢ: ભેસાણ તાલુકામાં શિક્ષણ જગત શર્મશાર કરે તેવી અને વાલીઓ માટે લાલબત્તી સમાન ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો હતો. મા અમરસિંહ શૈક્ષણિક સંકુલમાં બાળકો સાથે જાતીય સતામણી અનેક અરજી કરવામા આવી હતી. જેનો ખુલાસો વાલી મીટીંગ બાદ થયો હતો. વાત જાણ થતા વાલીઓમાં રોષનો માહોલ જોવા મળ્યો હતો. આ મામલે સંસ્થાના આચાર્ય અને અન્ય એક કર્મચારી વિરુધ ફરિયાદ નોંધવામાં આવી છે. બંને આરોપીયોનું કુકૃત્ય સીસીટીવીમાં કેદ થયું હતું. ભેસાણ પોલીસે બંને આરોપીઓની અટકાયત કરી, તપાસ શરૂ કરી છે.
આ ઘટના રવિવારે વાલી મિટિંગ દરમિયાન બહાર આવી, જ્યારે 20થી વધુ બાળકો સાથે આચાર્ય કેવલ લાખણોત્રા અને ગૃહપતિ હિરેન જોશી દ્વારા જાતીય શોષણના આરોપો સામે આવ્યા. વાલીઓ શરૂઆતમાં ફરિયાદ કરવા તૈયાર ન હતા, પરંતુ સંસ્થાના ટ્રસ્ટીએ પોલીસમાં ફરિયાદ નોંધાવી. બાળ સુરક્ષા એકમે બાળકો સાથે વાતચીત કરી, જેમાં આરોપીઓનું નિમ્ન કૃત્ય સાબિત થયું.
આપણ વાંચો: કચ્છની નાની સિંચાઈના ૧૭૦માંથી ૪૧ ડેમ ઓવરફ્લો: હમીરસર તળાવ ઓગની જવાનું કાઉન્ટડાઉન શરૂ
શિક્ષકો સામે કાર્યવાહી
જિલ્લા શિક્ષણાધિકારી લતાબેન ઉપાધ્યાયે સોમવારે ટીમ સાથે સંસ્થાની મુલાકાત લઈ તપાસ કરી. બે બાળકોની વાતચીતમાં જાતીય શોષણની પુષ્ટિ થઈ, જેના આધારે ટ્રસ્ટીઓને ફરિયાદ નોંધવાનો આદેશ આપવામાં આવ્યો. ભેસાણ પોલીસે પોક્સો અને ચાઈલ્ડ પ્રોટેક્શન કલમો હેઠળ ગુનો નોંધ્યો. પોલીસે સીસીટીવી ફૂટેજ અને ડીવીઆર કબજે કર્યા છે.
હાલ બે બાળકો સાથેની સતામણીની ફરિયાદ નોંધાઈ છે, અને બે બાળકો સાક્ષી છે. પોલીસ અન્ય બાળકો સાથે પણ શોષણ થયું છે કે કેમ તેની તપાસ કરી રહી છે. પોલીસ સૂત્રો પ્રમાણે બાળકોનું હાલ કાઉન્સેલિંગ કરવામાં આવશે અને વધુ પુરાવા એકત્ર કરાશે. આ ઘટનાએ વાલીઓ અને સમાજમાં આક્રોશ ફેલાવ્યો છે.