જૂનાગઢટોપ ન્યૂઝ

આજે કડી અને વિસાવદર વિધાનસભામાં જામી રસાકસી, આપ અને ભાજપ વચ્ચે કાંટે કી ટક્કર

કડી, વિસાવદરઃ આજે કડી અને વિસાવદર વિધાનસભા બેઠક (Visavadar Assembly Seat)ની પેટાચૂંટણીનું પરિણામ (Assembly By-Election Result) જાહેર થવાનું છે જેને લઈને સવારે 8 વાગ્યાથી મતગણતરી શરૂ કરી દેવામાં આવી છે. બન્ને બેઠકો પર અત્યારે મતગણતરી ચાલી રહી છે. વિસાવદરમાં સવારે 9 વાગ્યા સુધી ગોપાલ ઈટાલીયા આગળ હતા જ્યારે 10 વાગ્યા બાદ ભાજપના ઉમેદવાર કિરીટ પટેલ આગળ ચાલી રહ્યાં છે. વિસાવદરમાં છઠ્ઠા રાઉન્ડની મતગણતરીમાં ભાજપને 19,515 મત, કોંગ્રેસને 1800 મત અને આમ આદમી પાર્ટીને 19,053 મત મળ્યાં છે. જેથી ભાજપ 462 લીડ સાથે આગળ છે.

ચાર રાઉન્ડ સુધી કડીમાં ભારતીય જનતા પાર્ટી આગળ

કડી વિધાનસભા બેઠકની વાત કરવામાં આવે તો, ચોથા રાઉન્ડ સુધીની મતગણતરીમાં આમ આદમી પાર્ટીને માત્ર 540 મત મળ્યાં હતા. જ્યારે ભાજપ ઉમેદવાર રાજેન્દ્ર ચાવડાને 16,587 મતો મળ્યાં હતા. જ્યારે કોંગ્રેસના ઉમેદવાર રમેશ ચાવડાને 9,776 મતો મળ્યા હતા. ચાર રાઉન્ડ સુધી કડીમાં ભારતીય જનતા પાર્ટી આગળ ચાલી રહી છે. કડીમાં આમ આદમી પાર્ટીને ખૂબ જ ખરાબ હારનો સમનો કરવો પડી શકે છે. કડી વિધાનસભા બેઠક પર અત્યારે મતગણતરીનાં આંકડા જોતા ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધી ટક્કર છે.

બે બેઠકો ગુજરાતના રાજકારણમાં એક નવો વળાંક લાવી શકે છે

કઈ પાર્ટીના ઉમેદવારની જીત થયા છે તે ટૂંક સમયમાં જાહેર થઈ જવાનું છે. આ બે બેઠકો ગુજરાતના રાજકારણમાં એક નવો વળાંક લાવી શકે છે. કડી અને વિસાવદર બેઠકો પર ત્રિપાંખિયો જંગ છે. કોના ફાળે બેઠક જાય તેવું ચોક્કસ કરી શકાય નહીં. કારણે કે, દરેક પાર્ટી જીતનો આશાવાદ વ્યક્ત કર્યો છે. ભાજપ, આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે જંગ જામેલો છે. જો કે, વિસાવદરમાં ભારતીય જનતા પાર્ટી અને આમ આદમી પાર્ટી વચ્ચે ટક્કરમાં છે તો કડીમાં કોંગ્રેસ અને ભાજપ ટક્કરમાં ચાલી રહ્યાં છે.

આ પણ વાંચો…આજે કડી અને વિસાવદર વિધાનસભા પેટાચૂંટણીનું પરિણામ, કોના પર ઢોળાશે જીતનો કળશ?

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Vimal Prajapati

વિમલ પ્રજાપતિએ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિષય સાથે અનુસ્નાતક થયેલા છે. તેઓ ડિજિટલ મીડિયાનો 4 વર્ષનો અનુભવ છે અને અત્યારે મુંબઈ સમાચારમાં કન્ટેન્ટ રાઈટર તરીકે કામ કરી રહ્યાં છે.
Back to top button