શેરબજારમાં આ રીતે તો રોકાણ કરવાનો શોર્ટ કટ અપનાવતા નથી, જૂનાગઢમાંથી કૌંભાંડ પકડાયું, જાણો મામલો?
જૂનાગઢ

શેરબજારમાં આ રીતે તો રોકાણ કરવાનો શોર્ટ કટ અપનાવતા નથી, જૂનાગઢમાંથી કૌંભાંડ પકડાયું, જાણો મામલો?

જૂનાગઢઃ જૂનાગઢના કેશોદમાં એક ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે. અત્યાકે સમય એવો છે કે, કોઈના પર વિશ્વાસ કરી શકાય તેમ નથી. ખાસ કરીને શેરબજાર અંગે કોઈ પણ અજાણ્યા લોકો પાસેથી સલાહ લેતા પહેલા ખાસ ધ્યાન રાખવું!

અત્યારે એવું કૌભાંડ ઝડપાયું છે જેમાં શેરબજારની ટીપ્સ આપીને લોકો પાસેથી રૂપિયા ખંખેરવામાં આવી રહ્યાં હતાં. પોલીસે આ સમગ્ર કૌભાંડનો પર્દાફાશ કરીને રવિ ગોહિલ નામના આરોપીને ઝડપી પાડ્યો છે.

આરોપી પાસેથી 10 લાખ ડિમેટ એકાઉન્ટની વિગતો મળી આવી
આ કેસમાં જ્યારે પોલીસે તપાસ કરી ત્યારે આરોપી પાસેથી 10 લાખ કરતા પણ વધારે ડિમેટ એકાઉન્ટની ડિટેઇલ્સ મળી આવી હતી. એક વ્યક્તિ પાસે 10 લાખ ડિમેટ એકાઉન્ટની વિગતો હોવી એ નાની વાત નથી. આ 10 લાખ ડિમેટ એકાઉન્ટ ધારકોને શેરબજારની ટીપ્સ આપીને તેમની પાસેથી રૂપિયા લેતા હતો.

આરોપી શેરબજારનો નિષ્ણાંત નથી તેમ છતાં લોકોને સહાસ આપવાનું કામ કરીને ગેરકાયદેસર રીતે રૂપિયા કમાઇ રહ્યો હતો. જેથી પોલીસે તેની ઓફિસમાંથી બે કોમ્પ્યુટર સ્ક્રીન, સીપીયુ, યુપીએસ, બે મોબાઈલ ફોન, એક રાઉટર, પેન ડ્રાઇવ અને મોટા પ્રમાણમાં ગ્રાહકોના ડેટા સાથેની બુક્સ જપ્ત કરીને આગળની કાર્યવાહી હાથ ધરી દીધી છે.

આ પણ વાંચો…જૂનાગઢઃ ‘ઘરે બેઠા રોકાણ કરો અને ડોલરમાં કમાણી મેળવો’ જાહેરાત જોઈ લિંક પર ક્લિક કરવાનું નિવૃત ફોરેસ્ટ અધિકારીને ભારે પડ્યું

રવિ ગોહિલ આ રીતે ચલાવતો હતો સમગ્ર કૌભાંડ
વધારે વિગતે વાત કરવામાં આવે તો, આરોપી શેરબજારની ટીપ્સ આપવા માટે રવિ મારૂતિ કેપિટલ નામનવું એક વોટ્સએપ ગ્રુપ ચાલવતો હતો. જેમાં તે લોકોને શેરબજારની ટીપ્સ આપતો અને તેમની પાસેથી રૂપિયા લેતો હતો. આ તો એક ગ્રુપ હતું.

જ્યારે લોકોને રવિ પર વિશ્વાસ આવી જતો ત્યારે રવિ તે લોકોને મારુતિ કેપિટલ પ્રીમિયમ ગ્રુપમાં જોડી દેતો હતો. અહીં સમગ્ર ખેલ શરૂ થતો. કારણે કે, અહીં આપવામાં આવતી ટીપ્સ માટે મોટી ફી વસૂલ કરતો હતો. અત્યારે પોલીસે આ સમગ્ર કૌભાંડનો પર્દાફાશ કરીને આરોપીને ઝડપી પાડ્યો છે. રવિ સામે ભારતીય ન્યાય સંહિતાની કલમ 316(2), 318(2), અને 318(3) હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચો…ભારતીય શેરબજારમાં મોટો કડાકો, રોકાણકારોના 5 લાખ કરોડ ધોવાયા

Vimal Prajapati

વિમલ પ્રજાપતિએ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિષય સાથે અનુસ્નાતક થયેલા છે. તેઓ ડિજિટલ મીડિયાનો 4 વર્ષનો અનુભવ છે અને અત્યારે મુંબઈ સમાચારમાં કન્ટેન્ટ રાઈટર તરીકે કામ કરી રહ્યાં છે.

સંબંધિત લેખો

Back to top button