જૂનાગઢ

સાધુ સંતોએ પૂર્ણ કરી ગિરનારની પ્રતિકાત્મક લીલી પરિક્રમા, ના હોવા છતાં પણ ભક્તોનું ઘોડાપૂર

જૂનાગઢઃ જૂનાગઢમાં ગિરનારની લીલી પરિક્રમા કમોસમી વરસાદને કારણે બંધ રાખવામાં આવી છે. જિલ્લા કલેક્ટર દ્વારા સત્તાવાર જાહેરાત કરવામાં આવી હતી તેમ છતાં પણ લાખો ભક્તોનું ઘોડાપૂર જૂનાગઢમાં ઉમટ્યું હતું. પરિક્રમા બંધ રહેવાના કારણે ભાવિકો નારાજ થયાં છે.

ભક્તોનું કહેવું એવું છે કે તેઓ ઘણાં વર્ષોથી પરિક્રમા કરવા માટે આવે છે, જેથી ચાર દિવસ નહીં તો એક દિવસ પરિક્રમા માટે મંજૂરી આપવામાં આવે. જોકે, પરિક્રમા બંધ રાખવામાં આવી હોવાથી ગિરનાર પર્વત ચડવા માટેના પગથિયાં પર ભાવિકોનું ધોડાપૂર ઉમટ્યું હતી.

આપણ વાચો: આ વર્ષે નહીં યોજાય ગિરનારની લીલી પરિક્રમા, જાણો શું છે કારણ

કમોસમી વરસાદને કારણે પરિક્રમમાં સ્થગિત કરવામાં આવી

ભક્તો માટે પરિક્રમા બંધ રાખવામાં આવી છે. પરંતુ આ વર્ષોથી ચાલી આવતી પરંપરા હોવાથી સાધુ સંતો દ્વારા પ્રતિકાત્મક રીતે આ લીલી પરિક્રમા પૂર્ણ કરવામાં આવી હતી. ગિરનારની લીલી પરિક્રમા આ વર્ષે કમોસમી વરસાદને કારણે જાહેર જનતા માટે સ્થગિત કરવાનો વહીવટી તંત્ર અને સાધુ-સંતોએ સત્તાવાર નિર્ણય લીધો હતો.

ગિરનાર જંગલના 36 કિલોમીટરના કઠિન માર્ગ પર યોજાતી આ મહા પરિક્રમાનો માર્ગ વરસાદના કારણે ધોવાઈ ગયો છે. આ વી સ્થિતિમાં ભાવિકોની સુવિધા અને સલામતી માટે પરિક્રમા બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

આપણ વાચો: Girnar Lili Parikrma : ગિરનારની લીલી પરિક્રમામા આવેલા બે યાત્રાળુના હાર્ટ એટેકથી મૃત્યુ

ઈટવા ગેટ પર પોલીસ અને વન વિભાગનો ચુસ્ત બંદોબસ્ત

લીલી પરિક્રમા બંધ રાખવામાં આવી હોવાથી જિલ્લા કલેક્ટરના આદેશથી તંત્ર દ્વારા ભવનાથ ક્ષેત્રમાં ઈટવા ગેટ જે પરિક્રમાનો પ્રવેશ દ્વાર બંધ કરી દેવામાં આવ્યો છે. એટલું જ નહીં પરંતુ પોલીસ તેમજ વન વિભાગનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો છે.

હજી પણ ભક્તોને આશા છે કે, પરિક્રમા શરૂ કરવામાં આવશે તેના કારણે ભક્તો ભવનાથ ક્ષેત્રમાં આવી બેઠા છે. તંત્ર દ્વારા ભાવિકોને સતત અપીલ કરવામાં આવી રહી છે કે, તેઓ ગિરનાર પરિક્રમામાં ન આવે. તેમ છતાં ભક્તો હજી પણ આવી રહ્યાં છે.

Vimal Prajapati

વિમલ પ્રજાપતિએ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિષય સાથે અનુસ્નાતક થયેલા છે. તેઓ ડિજિટલ મીડિયાનો 4 વર્ષનો અનુભવ છે અને અત્યારે મુંબઈ સમાચારમાં કન્ટેન્ટ રાઈટર તરીકે કામ કરી રહ્યાં છે.

સંબંધિત લેખો

Back to top button