જૂનાગઢ મનપાએ આપી દિવાળી ઓફર, બાકીનો મિલકત વેરો ભરવા પર વ્યાજ સંપૂર્ણ રીતે માફ | મુંબઈ સમાચાર
જૂનાગઢ

જૂનાગઢ મનપાએ આપી દિવાળી ઓફર, બાકીનો મિલકત વેરો ભરવા પર વ્યાજ સંપૂર્ણ રીતે માફ

જૂનાગઢઃ જૂનાગઢ મહાનગરપાલિકાએ મિલકતધારકોને મોટી રાહત આપતી જાહેરાત કરી છે. જૂનાગઢ મનપાના હદ વિસ્તારમાં આવેલી મિલકતોના બાકી વેરાની રકમ પર વ્યાજમાં 100% માફી આપવાની જાહેરાત કરવામાં આવી છે. આ વ્યાજ માફીની યોજનાનો તારીખ 15/10/2025થી 30/11/2025 સુધી લાભ લઈ શકાશે.​

જો મિલકતધારકો બાકીનો મિલકત વેરો ચાલુ નાણાકીય વર્ષ 2025-26ની ચાલુ રકમ સાથે ભરશે તો તેમને વ્યાજમાંથી સંપૂર્ણરીતે રાહત આપવવામાં આવશે.

આપણ વાંચો: મોબાઇલ કંપનીઓનો 94 કરોડનો મિલકત વેરો ચૂકવવાનો બાકી, વસૂલાત માટે BMC નો રાજ્ય સરકારને પત્ર…

યોજનાનો લાભ લેવા બાકીનો સંપૂર્ણ વેરો ભરવો પડશે

જૂનાગઢ મનપાએ તમામ શહેરીજનોને આ યોજનાનોં લાભ લેવા માટે અને વેરાની રકમ ભરવા માટે અપીલ કરી છે. એટલું જ નહીં પરંતુ જે મિલકતધારકો પાસે મિલકતના છેલ્લા વેરા બિલો નથી તેમને ચિંતા કરવાની જરૂર નથી.

આ વેરા બિલ લેવા માટે ઘરવેરા શાખાનું જૂનું માંગણા બિલ લઈને મહાનગરપાલિકાની મુખ્ય કચેરી અથવા સંબંધિત ઝોનલ ઓફિસનો તાત્કાલિક સંપર્ક કરવાનો રહેશે. અહીંથી માંગણાબિલ મુજબ ટેક્સની રકમ જાણી પણ શકાશે અને વ્યાજમાં 100 % રાહત તેની ભરપાઈ પણ કરી શકાશે.

આપણ વાંચો: મિલકત વેરો ના ભરનાર 3,605 મિલકતધારકો સામે બીએમસીની કાર્યવાહી, મોકલી નોટિસ

સરકારી તિજોરી ભરવા મનપાએ અપનાવ્યો વ્યાજ માફીનો રસ્તો

મહાનગરપાલિકાના તમામ પદાધિકારીઓ અને ઉચ્ચ અધિકારીઓએ સંયુક્ત રીતે તમામ મિલકતધારકોને આનો લાભ લેવા માટે ખાસ અપીલ પણ કરવામાં આવી છે. જૂનાગઢ હદ વિસ્તારના મિલકતધારકોને સમયમર્યાદામાં વળતરનો લાભ લેવા માટે જાણ કરવામાં આવે છે. છેલ્લા કેટલાય સમયથી અનેક લોકોએ મિલકત વેરો ભર્યો નથી.

જેના કરાણે સરકારી તિજોરી ખાલી થઈ છે. આ સરકારી તિજોરીમાં વેરાની રકમ જમા થાય તે માટે આ યોજના શરૂ કરવામાં આવી છે. જેથી સમયમર્યાદામાં મનપાની કચેરીઓમાં નિયત રકમ ભરવા માટે અપીલ કરવામાં આવી છે.

Vimal Prajapati

વિમલ પ્રજાપતિએ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિષય સાથે અનુસ્નાતક થયેલા છે. તેઓ ડિજિટલ મીડિયાનો 4 વર્ષનો અનુભવ છે અને અત્યારે મુંબઈ સમાચારમાં કન્ટેન્ટ રાઈટર તરીકે કામ કરી રહ્યાં છે.

સંબંધિત લેખો

Back to top button