ભારે વરસાદના કારણે લીલી પરિક્રમાનો 36 કિમીનો રૂટ ધોવાયો, જિલ્લા કલેક્ટરે આપી આવી સૂચના | મુંબઈ સમાચાર
જૂનાગઢ

ભારે વરસાદના કારણે લીલી પરિક્રમાનો 36 કિમીનો રૂટ ધોવાયો, જિલ્લા કલેક્ટરે આપી આવી સૂચના

જૂનાગઢઃ જૂનાગઢમાં આગામી 2 નવેમ્બરથી ગિરનારની લીલી પરિક્રમાનો સત્તાવાર પ્રારંભ થવાનો છે, પરંતુ આ વર્ષ થોડી અડચણ આવી શકે છે. મોટા ભાગે દર વર્ષે પરિક્રમા શરૂ થતા પહેલાં લાખો લોકો પરિક્રમા પૂર્ણ કરી લેતા હોય છે.

જોકે, આ વર્ષે કમોસમી વરસાદ ભક્તોને નિરાશ કરી શકે છે. વરસાદના કારણે લીલી પરિક્રમાનો 36 કિમીનો રસ્તો ધોવાઈ ગયો હતો. જેના કારણે લીલી પરિક્રમાની તૈયારીઓને બ્રેક લાગી છે તેમજ રદ થવાની પણ શક્યતા વર્તાઈ રહી છે.

આપણ વાચો: લીલી પરિક્રમાને લઈ એસટી 250 એક્સ્ટ્રા બસ દોડાવશેઃ પ્લાસ્ટિક મુક્ત પરિક્રમાનું આહ્વાન

રૂટ કમોસમી વરસાદના કારણે ધોવાઈ ગયોઃ કલેક્ટર

જિલ્લ્લા કલેક્ટર દ્વારા પણ કેટલીક સૂચનાઓ આપવામાં આવી હતી. જિલ્લા કલેક્ટરે કહ્યું હતું કે, ‘તારીખ 2/11/2025 થી શરૂ થતી ગિરનાર લીલી પરિક્રમા માટે બનાવાયેલ રૂટ કમોસમી વરસાદના કારણે ધોવાઈ ગયેલ છે. આથી રૂટ પર હાલ અતિ કીચડ હોવાથી વાહનો ફસાવાની શક્યતા છે. જેથી નવી સૂચના ન મળે ત્યાં સુધી અન્નક્ષેત્રના વાહનો પરિક્રમા રૂટ પર ન લાવવા વિનંતી છે’.

https://twitter.com/collectorjunag/status/1983405932689403980

રૂટ ધોવાઈ જતાં અનેક જગ્યાએ રસ્તાઓ જોખમી બન્યા

છેલ્લા બે-ત્રણ દિવસથી પડેલા કમોસમી વરસાદના કારણે પરિક્રમાનો 36 કિમીનો રૂટ ધોવાઈ જતાં અનેક જગ્યાએ રસ્તાઓ જોખમી બન્યા છે. જેથી વન વિભાગના જણાવ્યા મુજબ હાલ પરિક્રમાના રૂટ પર ભારે વાહનો જઈ શકે એમ નથી.

જેથી તંત્ર દ્વારા કોઈ નવી સૂચના આપવામાં ના આવે ત્યાં સુધી ઉતારાની વ્યવસ્થા કરતા લોકોને રૂટ પર વાહન ના લઈ જવા માટે કહેવામાં આવ્યું છે. અત્યારે પરિક્રમાનો રૂટ જોખમી બન્યો બન્યો છે. એટલું જ નહીં પરંતુ ફોરેસ્ટ અધિકારી દ્વારા બાળકો, વૃદ્ધો અને બીમાર લોકોને પરિક્રમામાં ન આવવા અપીલ કરવામાં આવી હતી.

ગિરનારની લીલી પરિક્રમામાં લાખોની સંખ્યામાં લોકો જતા હોય છે. તેની સાથે મોટી માન્યતાઓ પણ જોડાયેલી છે, પરંતુ આ વર્ષે લીલી પરિક્રમા રદ્દ થાય તેવી પણ શક્યતાઓ છે.

કારણે કે, વરસાદના કારણે રૂટ ધોવાયો છે, કીચડ થઈ ગયું છે. જેથી અન્નક્ષેત્ર ચલાવતા લોકોને અહીં ખાસ સૂચના આપી દેવામાં આવી છે. જિલ્લા કલેક્ટર દ્વારા સૂચના આપવામાં આવી છે. એટલું જ નહીં પરંતુ આગામી સૂચના ના આવે ત્યાં સુધી વાહન લઈ જવાની પણ ના પાડી દેવામાં આવી છે.

Vimal Prajapati

વિમલ પ્રજાપતિએ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિષય સાથે અનુસ્નાતક થયેલા છે. તેઓ ડિજિટલ મીડિયાનો 4 વર્ષનો અનુભવ છે અને અત્યારે મુંબઈ સમાચારમાં કન્ટેન્ટ રાઈટર તરીકે કામ કરી રહ્યાં છે.

સંબંધિત લેખો

Back to top button