જૂનાગઢમાં નશામાં ધૂત ફાયરકર્મીએ 3 લોકોને અડફેટે લીધા, પોલીસે ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી...
જૂનાગઢ

જૂનાગઢમાં નશામાં ધૂત ફાયરકર્મીએ 3 લોકોને અડફેટે લીધા, પોલીસે ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી…

જૂનાગઢઃ જૂનાગઢમાંથી ફરી એક ચોંકાવનારી અકસ્માતની ઘટના બની છે. જૂનાગઢ ફાયર બ્રિગેડના બે કર્મચારીઓએ નશાની હાલતમાં ગાડી ચલાવીને ગમખ્વાર અકસ્માત સર્જ્યો હોવાનું પ્રકાશમાં આવ્યું છે. જૂનાગઢના ઝાંઝરડા ચોકડી પાસે જૂનાગઢ ફાયર બ્રિગેડના કર્મચારીઓએ અકસ્માત સર્જ્યો હતો. આ અકસ્માતમાં ત્રણ નિર્દોષ લોકો ઘાયલ થયા હતા. જેથી તાત્કાલિક તેમને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં.

અકસ્માતમાં ઘાયલ થયેલા પ્રદીપ ઉમરાણીયા જણાવી હકીકત
નશાની હાલતમાં ગાડી હંકારી રહેલા સરકારી કર્મચારીઓ ત્રણ લોકોને અડફેટે લીધા હતાં અકસ્માતમાં ઘાયલ થયેલા પ્રદીપ ઉમરાણીયાએ પોતાની આપવીતી જણાવી હતી. પ્રદીપ ઉમરાણીયાએ કહ્યું કે, રાત્રે લગભગ 10 વાગ્યાની આસપાસ એક કસ્ટમરની બંધ પડેલી ગાડીને ટોઈંગ વેન લઈને બાંધવા ગયા હતા. આ દરમિયાન રોંગ સાઈડમાં આવતી બોલેરો ગાડી તેમના ઉપર ચડી ગઈ હતી. જેના કારણે તેમને ગંભીર ઈજાઓ થઈ હોવાનું પ્રકાશમાં આવ્યું છે.

ફાયર બ્રિગેડના કર્માચારીઓ દારૂના નશામાંઃ સ્થાનિકો
આ અકસ્માત સર્જાતા સ્થાનિકોનું ટોળું ઘટનાસ્થળે દોડી આવ્યું હતું. સ્થાનિકોનું કહેવું છે કે, ફાયર બ્રિગેડના કર્માચારીઓ દારૂના નશામાં હતા. આ બંને કર્મચારીઓ નશામાં હોવાથી સ્થાનિકોએ તેમને પકલી લીધા અને પોલીસને જાણ કરી હતી. જૂનાગઢ બી ડિવિઝન પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને આરોપીઓને કસ્ટડીમાં લીધા હતા. હવે પોલીસે દ્વારા આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવાની તજવીજ હાથધરી દેવામાં આવી છે.

Vimal Prajapati

વિમલ પ્રજાપતિએ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિષય સાથે અનુસ્નાતક થયેલા છે. તેઓ ડિજિટલ મીડિયાનો 4 વર્ષનો અનુભવ છે અને અત્યારે મુંબઈ સમાચારમાં કન્ટેન્ટ રાઈટર તરીકે કામ કરી રહ્યાં છે.
Back to top button