જૂનાગઢ

ગિરનારમાં પર્વત પરથી પગથિયાં પર ધસી આવી મહાકાય શિલા: સદનસીબે જાનહાનિ ટળી

જુનાગઢ: આસ્થા અને પ્રવાસનનું કેન્દ્ર સમા ગિરનાર ઉપર ગઈકાલે રાત્રિના ભારે પવન અને વરસાદના કારણે એક મોટી શિલા 2100 પગથિયા નજીક પડી હતી. જો કે સદનસીબે આ ઘટનામાં કોઇ જાનહાનિ નથી થઈ. શીલા પડવાથી યાત્રિકો તેના પરથી પસાર થઈને પસાર થઈ રહ્યા છે.

પ્રાપ્ત વિગતો અનુસાર જુનાગઢમાં ગિરનાર પર્વત પરથી એક મોટી શિલા ધસી પડી હતી. ગિરનાર પર્વત પર ગઈકાલે રાત્રિના ભારે પવન અને વરસાદ પડ્યો હતો. ભારે વરસાદના લીધે પર્વત પરથી એક મોટી શિલા ધસી પડી હતી. 2100 પગથિયા નજીક આ શીલા પડતાં સીડી ઉપર રસ્તો બંધ થઈ ગયો હતો. જો કે યાત્રિકો આ શીલા પરથી જ પસાર થવા મજબૂર બન્યા છે.

આ પણ વાંચો: ગુજરાતનું ચોમાસું – ૧ ગુજરાતની શાન એટલે ધ્યાનમગ્ન જટાળા જોગી સમો ગઢ ગરવા ગિરનારની ચોમાસાની ટહેલ

હાલ ભારે વરસાદને પગલે ગિરનાર પર રોપવે સેવા પણ બંધ કરી દેવામાં આવી છે. આથી પગથિયાં પરથી ગિરનાર ચડનારા યાત્રિકોનો ખૂબ જ ઘસારો જોવા મળી રહ્યો છે. આ સમયે મહાકાય શિલા નીચે પડતાં યાત્રિકોમાં પણ ફફળાટ જોવા મળી રહ્યો છે. આ પથ્થરને હટાવીને રસ્તો ચાલુ કરવો પડશે. આ માટે આ શિલાને કટર વડે કાપીને સીડીને યાત્રિકો માટે ચાલવા યોગ્ય બનાવાશે.

ગિરનાર પર શીલા ધસી પડી હોય તેવું પ્રથમ વખત બન્યું હોવાનું સ્થાનિકો કહી રહ્યા છે. હાલ પડી રહેલા વરસાદની વચ્ચે ગિરનારનું કુદરતી સૌંદર્ય લોકોને ખૂબ જ આકર્ષે છે. ગિરનાર પર વાદળો થતું સંગમ અને વરસાદી માહોલમાં ખૂબ જ પ્રવાસીઓ અહી ફરવા માટે આવતા હોય છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube  અને  X (Twitter) ને

Back to top button
આવી રીતે જાણી શકો છો કે તમારો મોબાઈલ હેક થઈ ગયો છે ભારત જ નહીં પણ દુનિયાનું સૌથી અમીર ગામ છે આ… નામ જાણશો તો… હેર વૉશ કરતા પહેલા આ ટીપ્સ રાખો ધ્યાનમાં આ છે દેશના રોમાંચક રેલવે રૂટ, એક વખત ટ્રાવેલ કરી લીધું તો…

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker