ગિરની ધરા પર મેઘો અનરાધાર, દામોદર કુંડમાં પ્રવેશ પર લગાવ્યો પ્રતિબંધ

જુનાગઢ: ગુજરાતભરમાં હવામાન વિભાગની આગાહી પ્રમાણે વરસાદ વરસી રહ્યો છે. ઠેર ઠેર ભારેથી અતિભાર વરસાદ નોંધાઈ રહ્યો છે. ત્યારે જુનાગઢ વિસ્તારમાં છેલ્લા કેટલા દિવસોથી ભારે વરસાદ નોંધાઈ રહ્યો છે.
જેના કારણે પર્વતીય વિસ્તારોમાંથી પાણીની આવકમાં ધરખમ વધારો નોંધાયો છે. આ પરિસ્થિતિને કારણે સ્થાનિક નદીઓ અને જળાશયોમાં પાણીનું સ્તર ઝડપથી વધી રહ્યું છે. ખાસ કરીને ગિરનાર પર્વત પર વરસાદની વધુ અસર વર્તાય રહી છે. ઉપરવાસમાં ભાર વરસાદથી સ્થાનિક વહીવટી તંત્ર પર અર્લટ મોડ આવી ગયું છે.
આપણ વાંચો: આ જિલ્લાને આજે વરસાદ ધમરોળશે, જાણો હવામાન વિભાગની આગાહી
દામોદર કુંડમાં ઘોડાપૂરની સ્થિતિ
ગિરનાર પર્વત પર માત્ર બે કલાકમાં ત્રણ ઇંચ જેટલો વરસાદ પડવાથી દામોદર કુંડમાં પાણીનુ સ્તર અચાનક વધી ગયું છે, જેના કારણે ત્યાં ઘોડાપૂર જેવી પરિસ્થિતિ સર્જાઈ છે.
આજે અમાસના અવસરે મોટી સંખ્યામાં ભાવિકો પિતૃતર્પણ માટે કુંડ તરફ આવ્યા હતા, પરંતુ વરસાદી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્રએ કુંડમાં પ્રવેશ પર તાત્કાલિક પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. આ પગલુ યાત્રાળુઓની સુરક્ષા માટે લેવામાં આવ્યું છે, જેથી કોઈ અનિચ્છનીય ઘટના ન બને.
જટાશંકર અને વિલિંગડન ડેમ જેવા વિસ્તારોમાં પણ પાણીની આવક વધવાથી પ્રવેશ પર રોક લગાવવામાં આવી છે, અને આ પ્રતિબંધ પરિસ્થિતિ સામાન્ય થાય ત્યાં સુધી ચાલુ રાખવામાં આવશે.
આપણ વાંચો: જરાતમાં ફરી જામશે મેહૂલિયો! જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી…
પોલીસ વિભાગે દામોદર કુંડ આસપાસ ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો છે, જેથી લોકોને કુંડમાં જવાથી રોકી શકાય. વહીવટી અધિકારીઓએ જણાવ્યું કે પાણીનું સ્તર ઘટે અને વાતાવરણ સલામત બને ત્યારે જ ભાવિકોને કુંડ વિસ્તારમાં પ્રવેશવાની અનુમતિ આપવામાં આવશે.
ભારે વરસાદથી શહેર સહિત જિલ્લા વિસ્તારમાં પણ જનજીવન પર અસર જોવા મળી રહી છે. નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા હતા તંત્ર દ્વારા લોકોને સાવધાન રહેવા અને નદી-નાળા જેવા જોખમી વિસ્તારોથી દૂર રહેવા માટે અપીલ કરવામાં આવી છે, જેથી વધુ કોઈ નુકસાન ન થાય.