ભેંસાણમાં શૈક્ષણિક સંકુલમાં હેવાનિયત, પ્રિન્સિપાલ-શિક્ષક પર અભદ્ર કૃત્યના લાગ્યા આરોપ…

જૂનાગઢ: ભેંસાણ તાલુકામાં વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. એક ખાનગી શૈક્ષણિક સંકુલના શિક્ષકો બાળકો પર હેવાનિયત કરતા હોવાના સમાચાર પ્રકાશમાં આવ્યા છે. આ શૈક્ષણિક સંકુલના પ્રિન્સિપાલ અને સંસ્કૃતના શિક્ષકો વિરૂધ 25થી વધુ અભદ્ર કૃત્ય કર્યા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આ ઘટનાથી વાલીઓમાં ભારે રોષ ફેલાયો છે. આ મામલે પોલીસમાં ફરિયાદ નોંધાય છે અને પ્રિન્સિપાલ અને શિક્ષકની હાલ પુછપરછ ચાલી રહી છે.
સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે શૈક્ષિક સંકુલના પ્રિન્સિપાલ અને સંસ્કૃતના ટીચર વિદ્યાર્થીઓને મોડીરાતના સમયે બોલાવી અને કપડા કઢાવી ગંદા કૃત્યો કરતા હતા. આ સંસ્થાના 25થી વધુ વિદ્યાર્થીઓ સાથે સાહેબે આવું કર્યું હોવાની માહિતી પણ મળી રહી છે. આખી ઘટના સામે આવતાં જ ભેંસાણના વાલીઓમાં હડકંપ મચી ગયો છે. વાલીઓએ પોલીસને અરજી આપી છે, જો કે હાલ હજુ સત્તાવાર ફરિયાદ નોંધાવી નથી, પરંતુ વિદ્યાર્થીઓના નિવેદનો તેમજ આક્ષેપોની ગંભીરતા જોઈ સમગ્ર તંત્ર ચોંકી ગયું છે. આ ઘટનાની જાણ થતા બાળ સુરક્ષા એકમના લીગલ ઓફિસર ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને તપાસ હાથ ધરી છે.
બાળકોના વાલીઓ હાલ પોતાની સંતાનોને ઘરે લઈ ગયા છે. આ વિદ્યાર્થી દ્વારા આરોપ લાગતા પોલીસ તેને પુછપરછ માટે સ્ટોશન ખાતે લઈ ગઈ છે. મહત્વનું છે કે, સવારે યોજાયેલી વાલી મીટિંગમાં વિદ્યાર્થીઓએ આ બધું વાલીઓને જણાવ્યું હતું, ત્યારબાદ સમગ્ર ઘટનાનો પર્દાફાશ થયો. પરંતુ સંસ્થાના અન્ય વહીવટદારોને આ બાબતે કોઈપણ માહિતી નહોતી.
ઉલ્લેખનીય છે કે જો આ મામલે પુછપરછમાં પ્રિન્સિપાલ અને શિક્ષક દોષિત સાબિત થાય તો, બંને પર પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધાશે અને ગંભીર સજાની થશે. આ ઉપરાંત બાળકોના મેડિકલ રિપોર્ટ તથા વિગતવાર તપાસ બાદ જ સમગ્ર ઘટના અંગે પોલીસની કાર્યવાહી સ્પષ્ટ થશે. આ કૃત્ય સામે કડક કાર્યવાહી થવી જોઈએ તેવી વાલીઓ તેમજ સ્થાનિકોની માંગ ઉઠી રહી છે.