આપણું ગુજરાતજૂનાગઢ

ભયાનક રોગ ‘કાવાસાકી;ની જૂનાગઢમાં ‘એન્ટ્રી’

ગુજરાતમાં ચોતરફ રોગચાળાના વાવર છે. ત્યારે, જૂનાગઢમાં એક અનોખો રોગ સામે આવ્યો છે. જેનું નામ છે ‘કાવાસાકી ‘ ચિકનગુનીયા,ડેન્ગ્યુ, ઉપરાંત કચ્છમાં જે ભેદી બીમારી સામે આવી છે જેમાં અંદાજે 19 લોકોના મોત થયા છે.

એક તરફ મંકીપોક્સની પણ દહેશત પ્રવર્તી રહી છે. આ બધી બીમારી વચ્ચે કાવાસાકી શું છે ? અને તેના શા લક્ષણો છે એ જાણવું જરૂરી છે.

કાવાસાકી એક એવો રોગ છે જે શરીરની ચામડી ઉતારી નાખે છે. જૂનાગઢમાં એક 6 વર્ષની બાળકીને આ રોગ લાગુ પડ્યો હતો અને સતત 16 દિવસની સારવાર અને ઈંજેકશન્સ બાદ તેનો આ બીમારીમાથી છૂટકારો થયો છે.અને બાળકી ભયમુક્ત થઈ છે.. લાંબા સમય બાદ જૂનાગઢની સિવિલ હોસ્પીટલમાં ‘કાવાસાકી’એ દેખા દેતા,તબીબો પણ આશ્ચર્યચકિત થઈ ગયા હતા.

સૌરાષ્ટ્રના તાલાલા વિસ્તારના ગ્રામીણ વિભાગમાથી આવતા પરિવારની બાળકી ‘કાવાસાકી’નો ભોગ બની હતી. પીડિયાટ્રિક વિભાગના તબીબોએ બીમારીની ગંભીરતા સમજીને સઘન સારવાર શરૂ કરી હતી. અને બાળકી ભયમુક્ત થયા પછી તેને રાજા આપવામાં આવી હતી.

આપણ વાંચો: Gujarat માં પાટણ બાદ અમદાવાદ અને રાજકોટમાં પણ રોગચાળો વકર્યો

;કાવાસાકી;એક ગંભીર બીમારી છે.જો કે ભારતમાં બહુ ઓછા કેસ જોવા મળે છે.પરંતુ આ બીમારી જીવલેણ સાબિત થઈ શકવા માટે સક્ષમ છે. ગંભીર પ્રકારની બીમારીની સારવાર પણ ખર્ચાળ સાબિત થાય છે. એક ઈંજેકશનની કિમત જ ઓછામાં ઓછી 30થી 35 હજાર થાય છે.

‘કાવાસાકી’ના લક્ષણો

સતત પાંચ દિવસથી સખત તાવ આવે
હોઠ અને આંખો એકદમ લાલ થઈ જાય
શરીર પર સોજાની અસર વર્તાય અથવા સોજા ચઢે
હાથ-પગની ચામડી ઉતારવા લાગે. ઉપરાંત સોજાની અસર દેખાય

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button