જૂનાગઢ

સાસણ ગીરના દેવળિયા સફારી પાર્ક જોવા મળી પંચર વાળી સિંહણ! જાણો કેમ આવું નામ પડ્યું?

સાસણ ગીર, સાસણ ગીરમાં સિંહની અવાર નવાર નવી વાત જાણવા મળે છે. ફરી એકવાર સિંહણ જંગલમાં ચર્ચાનો વિષય બની ગઈ છે. અહીં એક સિંહણ વારંવાર સફારીમાં આવતી ગાડીઓની હવા કાઢી દેતી હોય છે. જેથી આ સિંહણને ‘પંચર વાલી સિંહણ’ નામથી ઓળખવામાં આવે છે. દેવળિયા સફારી પાર્કની આસપાસના વિસ્તારમાં રહેતી આ સિંહણ સફારી વાહનોના ટાયરોની હવા કાઢી દેતી હોય છે. જેનો એક અહીં ફરવા આવેલા પ્રવાસીએ વીડિયો બનાવ્યો હતો.

હું આ પહેલા પણ આ સિંહણને જોઈ ચૂક્યો છુંઃ સ્થાનિક

સૂત્રો દ્વારા મળતી વિગતો પ્રમાણે, આ સિંહણ દેવલિયા સફારી પાર્કની આસપાસના વિસ્તારમાં ફરે છે અને વાહનોના ટાયરની હવા કાઢી દેતી હોય છે. એટલું જ નહીં પરંતુ એક સ્થાનિક ગાઈડે કહ્યું કે, “હું આ પહેલા પણ આ સિંહણને જોઈ ચૂક્યો છું. અહીંયા તેને પંચર વાલી સિંહન તરીકે ઓળખવામાં આવે છે. આ એક વાર બનેલી ઘટના નથી, આ સિંહણ પાસે આમાં કરવાની કુશળતા છે’. પરંતુ આ બાબતે વન વિભાગના અધિકારીઓને અલગ વાત જણાવી છે. તેમના કહ્યાં પ્રમાણે આ વારંવાર બનતી ઘટના નથી.

દેવલિયા સફારી પાર્ક ગીર સંરક્ષિત વિસ્તારનો ભાગ ગણાય છે

આ સમગ્ર ઘટનામાં કોઈ પ્રવાસીએ સિંહણનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો છે. આ સમગ્ર બાબતે લોકોને રમૂજી લાગી રહી છે. દેવળિયા સફારી પાર્કએ ગીર સંરક્ષિત વિસ્તારનો ભાગ છે, અર્ધ-કુદરતી ઘેરામાં રહેતા ઘણા સિંહોનું ઘર છે. સાસણ ગીર વિભાગના નાયબ વન સંરક્ષક મોહન રામના મતે, સિંહણનું વર્તન બીજા પ્રાણીની ગંધથી પ્રેરિત હોઈ શકે છે. કેટલીકવાર, જો કોઈ વાહનમાં પ્રાણીઓની ગંધ – ખાસ કરીને કૂતરાઓ – હોય તો સિંહણ પ્રતિક્રિયા આપી શકે છે. જેથી આ સિંહણે ટાયરને ખંજવાળ્યું હશે અને ટાયર પંચર થઈ ગયું હશે. એટલું જ નહીં પરંતુ આ વીડિયો હોવાનું પણ વન અધિકારીએ જણાવ્યું હતું.

આપણ વાંચો:  બગસરાના સાપરમાં સિંહોએ 32 દૂધાળાં પશુઓનું કર્યું મારણ! 10 ઘાયલ; સ્થાનિકોમાં ભયનો માહોલ

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Vimal Prajapati

વિમલ પ્રજાપતિએ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિષય સાથે અનુસ્નાતક થયેલા છે. તેઓ ડિજિટલ મીડિયાનો 4 વર્ષનો અનુભવ છે અને અત્યારે મુંબઈ સમાચારમાં કન્ટેન્ટ રાઈટર તરીકે કામ કરી રહ્યાં છે.
Back to top button