જૂનાગઢ

જૂનાગઢ સિવિલ હૉસ્પિટલમાં એક દિવસમાં ચાર નવજાતના મોત, પરિવારજનોનો હોબાળો

અમદાવાદઃ જૂનાગઢ સિવિલ હૉસ્પિટલમાં એક બાળકનું સારવાર દરમિયાન મોત નિપજતા પરિવારજનોએ હોબાળો મચાવ્યો હતો. જોકે સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર હૉસ્પિટલમાં એક જ દિવસમાં ચાર નવજાતના મોત થયા હતા. આ મામલે હૉસ્પિટલના સૂત્રોએ કોઈ સત્તાવાર માહિતી આપી ન હતી.

મળતી વિગતો અનુસાર જૂનાગઢની હૉસ્પિટલમાં એક બાળકન સારવાર માટે લાવવામાં આવ્યું હતું. સારવાર દરમિયાન બાળકનુ મોત થતા પરિવારે હંગામો કર્યો હતો. પરિવારનો આક્ષેપ હતો કે ડોક્ટરોએ કાળજી ન રાખતા બાળકનું મોત નિપજ્યું હતું.

પીડિતાના સગા ભાનુબેન સાગઠીયાએ જણાવ્યું હતું કે, અમારા સગાની મહિલાની ડિલિવરી કરવા માટે લાવવામાં આવ્યા હતા. તેમનું સીસેક્શન કરાવવું પડે તેમ હતું છતા ડૉક્ટર દ્વારા તે કરવામાં આવ્યું ન હતું. અમને વિસાવદરથી અહિંયા રિફર કરવામાં આવ્યા હતા. ઘણી દીકરીઓને બાથરૂમ કરતા સમયે હોસ્પિટલમાં ડિલિવરી થઈ જાય છે. આ લોકો ધ્યાન આપતા નથી. હોસ્પિટલ સ્ટાફને ફરિયાદ કરીએ તો તેઓ ખાનગી હોસ્પિટલમાં જતા રહેવા જણાવે છે. ડૉક્ટર દ્વારા સમયસર સિઝેરિય ન કરવાના કારણે અમારા બાળકનું મૃત્યુ થયું છે.

આ પણ વાંચો: “માનવતાની મિશાલ” રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ૧૫ વર્ષથી ગુમ પિતા-પુત્રનું થયું અણધાર્યું મિલન…

મૃતક બાળકના પરિવારજનોએ આક્ષેપ કર્યો હતો કે સગર્ભાની ડિલિવરી માટે અહીં વિસાવદરથી લાવવામાં આવ્યા હતા તેમનું સિ-સેક્શન કરાવવું પડે તે હતું, પરંતુ તે થયું ન હતું. સમયસર યોગ્ય સારવાર ન મળતા બાળકનું મોત થયાનો આક્ષેપ તેમણે કર્યો હતો.

જોકે હૉસ્પિટલના સૂત્રોનું કહેવાનું છે કે અમે તેમને 24થી 36 કલાક રાહ જોવા કહ્યું હતું, પરંતુ તેઓ રાહ જોવા તૈયાર ન હતા અને અન્ય ખાનગી હૉસ્પિટલમાં જતા રહ્યા હતા. ડોક્ટરોની બદરકારીની વાત ખોટી છે. મહિનામાં 500 જેટલી ડિલિવરી થાય છે અને 300થી વધારે સિઝેરિયન હોય છે, તેમ તેમણે જણાવ્યું હતું. જોકે એક જ દવસમાં ચાર બાળકના મોત અંગે હૉસ્પિટલના સૂત્રોએ જવાબ આપ્યો ન હતો.

Pooja Shah

જેમણે મહારાષ્ટ્ર અને ગુજરાતના રાજકીય અને વહીવટી તંત્ર સહિત ઘણા વિષયોનું રિપોર્ટિંગ કર્યું છે, ફિલ્મજગત, સાહિત્યજગત અને રાજકારણીઓના ઈન્ટરવ્યુ કર્યા છે. વિવિધ વિષયો પર લેખ લખ્યા છે. એક દાયકા કરતા વધારે સમયનો પત્રકારત્વનો અનુભવ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button